પ્રભાસ પાટણ સીમ શાળા ખાતે રાણી લક્ષ્મીબાઈ આત્મરક્ષા પ્રશિક્ષણ અંતર્ગત કન્યાઓએ તાલીમ અપાઇ

પ્રભાસ પાટણ સીમ શાળા ખાતે રાણી લક્ષ્મીબાઈ આત્મરક્ષા પ્રશિક્ષણ અંતર્ગત કન્યાઓએ તાલીમ અપાઇ

પ્રભાસ પાટણ સીમ શાળા ખાતે રાણી લક્ષ્મીબાઈ આત્મરક્ષા પ્રશિક્ષણ અંતર્ગત કન્યાઓએ તાલીમ અપાઇ
ગીર સોમનાથ. તા.૧૯: ગીર સોમનાથ જિલ્લામાં કરાટે એસોસિએશન અને શિક્ષણ વિભાગ દ્વારા રાણી લક્ષ્મીબાઈ આત્મરક્ષા પ્રશિક્ષણ અંતર્ગત જિલ્લામાં ત્રણ મહિનામાં ૨૪ સેશનમાં કન્યાઓને પંચિંગ, બ્લોકિંગ, રેસલિંગ ,જુડો ,કરાટે સહિતની સ્વરક્ષણ માટેની તાલીમ આપવામા આવી રહી છે. જે અન્વયે પ્રભાસ પાટણ સીમ શાળાની કન્યાઓએ આ સ્વરક્ષણની તાલીમ મેળવી હતી. તેમજ જિલ્લાની સરકારી ઉચ્ચ પ્રાથમિક શાળા અને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં કન્યાઓને સ્વરક્ષણ તાલીમ આપવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ સ્વરક્ષણની તાલીમ ગર્લ્સ એજ્યુકેશન શાખા અંતર્ગત સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા નક્કી થયેલ એજન્સીના કોચ દ્વારા આપવામાં આવી રહી છે.
૦૦ ૦૦ ૦૦ ૦૦ ૦૦

આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »