પ્રાથમિક શિક્ષણને વેગવંતુ કરવાના હેતુસર ચોટીલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સમાવિષ્ટ નાવા ગામની શ્રી મોડલ શાળા ખાતે શાળા પ્રવેશોત્સવની થઈ ઉજવણી* - At This Time

પ્રાથમિક શિક્ષણને વેગવંતુ કરવાના હેતુસર ચોટીલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સમાવિષ્ટ નાવા ગામની શ્રી મોડલ શાળા ખાતે શાળા પ્રવેશોત્સવની થઈ ઉજવણી*


: ભારત સરકારના માનવ સંશાધન વિકાસ મંત્રાલય અને રાજ્ય સરકારના સહકારથી ચાલતા સર્વ શિક્ષા અભિયાન મિશન દ્વારા દેશમાં શિક્ષણ ક્ષ્રેત્રે ખુબ જ વિકાસ થયો છે. સર્વ શિક્ષા અભિયાન મિશનના મુખ્ય ત્રણ ધ્યેયો છે. નામાંકન, સ્થાયીકરણ અને ગુણવત્તાસભર શિક્ષણ. દર વર્ષે આપણા સ્વર્ણિમ ગુજરાતમાં શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવે છે. પ્રાથમિક શિક્ષણમાં ૧૦૦% નામાંકન અને કન્યા કેળવણીના ધ્યેયને સિદ્ધ કરવા માટે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણીનો પરિણામલક્ષી કાર્યક્રમ અમલમાં મુકવામાં આવ્યા છે. પ્રવેશોત્સવના કાર્યકમની આયોજન બદ્ધ રીતે ઉજવવાના ધ્યેય સાથે આજે બુધવારે ચોટીલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સમાવિષ્ટ નાવા ગામની શ્રી મોડલ શાળા ખાતે શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જેમા મુખ્ય મહેમાન તરીકે ચોટીલાના ધારાસભ્ય શ્રી શામજીભાઈ ચૌહાણ તથા ચોટીલા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આઈ. બી. વલવી તથા આર.એફ.ઓ. શ્રી મકવાણાના સાંનિધ્યે તમામ CPO તથા DI તેમજ શિક્ષકગણ સહિત ગામના અગ્રણીઓ જોડાયા હતા. આશરે ૩૦૦ થી ૪૦૦ જેટલા લોકોની હાજરીમાં પર્યાવરણને સંતુલન રાખવાના હેતાર્થે શાળાના પટાગણમાં વ્રૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

રિપોર્ટર જયેશભાઇ મોરી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.