૮ ઓક્ટોબર ભારતીય વાયુ સેના દિવસ - At This Time

૮ ઓક્ટોબર ભારતીય વાયુ સેના દિવસ


આજે ૮ ઓકટોબર એટલે કે ભારતીય વાયુસેના દિવસ ગૌરવ સાથે આકાશને આંબતી ભારતીય વાયુસેના દુનિયામાં અજોડ છે અદમ્ય સાહસ અને શોર્યનો પરિચય કરાવતી વાયુસેનાનો આજે 90 મો સ્થાપના દિવસ છે. ૧૯૩૨માં ૮ ઓકટોબરનાં રોજ 'રોયલ ભારતીય વાયુસેના' એવા નામથી વાયુસેનાની સ્થાપના કરવામાં આવી હતી. આથી ૮ ઓકટોબરે ભારતમાં વાયુસેના દિવસની ઉજવણી કરવામાં આવે છે. આઝાદી પછી 'રોયલ ભારતીય વાયુ સેના' નામ બદલીને 'ભારતીય વાયુસેના' નવુ નામ અપાયું.

આઝાદી બાદ પાકિસ્તાન સાથેના ત્રણ યુધ્ધો અને ચીન સાથેના યુધ્ધમાં વાયુસેનાએ પોતાનું અદમ્ય પરાક્રમ પાથર્યો હતુ ભારતીય વાયુસેના સશસ્ત્ર સેનાનો એક એવું અંગ છે કે જે હવાઈ હુમલાઓ અને હવાઈ નિરીક્ષણ દ્વારા દુશ્મનોથી દેશની રક્ષા કરે છે.

ભારતીય વાયુસેનાનું સૂત્ર

ભારતીય વાયુસેનાનું સૂત્ર છે નભ: સ્પૃશ દીપ્તમ્ જે ભગવદ ગીતાનાં ૧૧માં અધ્યાયમાંથી લેવામાં આવ્યું છે. મહાભારતમાં શ્રીકૃષ્ણ અર્જુનને તેમને મહારૂપ દેખાડી રહ્યા હતા ત્યારે તેનો ઉલ્લેખ થયો હતો.

ભારતીય વાયુસેનાની વિષેશતા

વાયુસેનામાં આશરે ૧,૭૦,૦૦૦ જવાનો સક્રિય પણે કાર્યરત છે.

- અમેરિકા, રશિયા અને ચીન બાદ ભારત પાસે દુનિયાની ચોથી સૌથી મોટી સેના છે.

- ૨૨ હજાર ફિટ પર સિયાચિનમાં હાજર એરબેઝ દૂનિયાનું સૌથી ઉંચુ એરબેઝ છે.
આખા ભારતમાં વાયુસેનાના ૬૦ એરબેઝ છે વેસ્ટર્ન એર કમાંડમાં સૌથી વધુ ૧૬ એરબેઝ છે.

આકાશનો અજેય યોધ્ધા 'રાફેલ' દૂશ્મન દેશ પર પડશે ભારે
વિશ્ર્વયુધ્ધ-૨, પાકિસ્તાન સાથેના ૩ યુધ્ધો અને ચીન સાથેનું યુધ્ધ તેમજ સંયુકત રાષ્ટ્ર શાંતિ મિશનમાં પણ ભારતીય વાયુસેનાએ મહત્વની ભૂમિકા ભજવી છે.

ઓપરેશન વિજય

ગોવાનો કબ્જો ન છોડતા પોર્ટુગલના સકંજામાંથી ગોવાને આઝાદ કરાવવા માટે ઓપરેશન વિજય મહત્વની ભૂમિકા છે.

ભારતીય વાયુસેનાના અઘ્યક્ષ

ભારત સરકારે એર માર્શલ વીઆર ચૌધરીની વાયુસેનાના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી છે જે એર ચીફ માર્શલ આરકેએસ ભદૌરિયા સેવા નિવૃત થતા નિમણુક થયા છે

લેખન
આ સી પ્રો ડો સચિન જે પીઠડીયા
G.E.S Class 2
સરકારી વિનયન કોલેજ ભેંસાણ
રિપોર્ટર :સુદીપ ગઢિયા
9909622115


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon