સાયલના વખતપર ગામે થી રોકડ રૂ ૨૩,૫૩૦ / - સાથે આઠ જુગારીઓ ને ઝડપી પાડતી સાયલા પોલીસ. - At This Time

સાયલના વખતપર ગામે થી રોકડ રૂ ૨૩,૫૩૦ / – સાથે આઠ જુગારીઓ ને ઝડપી પાડતી સાયલા પોલીસ.


સાયલા પોલીસ સબ ઈન્સ્પેક્ટર શ્રી એમ.એચ.સોલંકી નાઓની સુચનાથી પો.સબ ઇન્સ.શ્રી વી.એમ. ડેર તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન સાથેના પો.કોન્સ , નવલસિંહ સુરતસંગ નાઓને બાતમી મળેલ કે , વખતપર ગામે જાહેરમાં કેટલાક ઈસમો તીનપત્તી નો જુગાર રમે છે . જે હકીકત આધારે બાતમી વાળી જગ્યાએ રેઈડ કરતા કુલ છ ઈસમો રોકડ રૂપીયા ૨૩,૫૩૦ / - સાથે ગંજીપાનાથી તીનપત્તી નો જુગાર રમતા ઝડપી લીધેલ તેમજ મોબાઇલ નંગ -૦૫ કિંમત રૂ .૪૦૦૦ / - કુલ મુદ્દામાલ રૂ . ૨૭,૫૩૦ / - નો તથા છ આરોપીઓ ને ઝડપી લઈ સાયલા પો.સ્ટે ખાતે જુગાર ધારા હેઠળ ગુનો રજીસ્ટર કરી કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવેલ છે આરોપીઓ,
(૧)ઘનશ્યામભાઈ ભગવાનભાઈ ખીમાણીયા રહે.વખતપર ના સાયલા જી.સુરેન્દ્રનગર ( ર ) મનસુખભાઇ ભુપતભાઇ પંચાસરા રહે.કુકડા તા.મુળી જી.સુરેન્દ્રનગર ( ૩ ) મનસુખભાઇ સુરાભાઇ પનાળા રહેદેદાદરા તા.વઢવાણ જી.સુરેન્દ્રનગર( ૪ ) વિનુભાઇ દીલીપભાઇ સારલા રહે.રામપરા તા ધાંગધ્રા જી.સુરેન્દ્રનગર ( ૫ ) વિનુભાઇ છગનભાઇ ખીમાણીયા રહે.વખતપર તા.સાયલા જી સુરેન્દ્રનગર ( ૬ ) વાલજીભાઇ લધુભાઇ ખીમાણીયા રહે.વખતપર ના સાયલા જી.સુરેન્દ્રનગર

કામગીરી કરનાર એમ.એચ.સોલંકી , પો.સબ.ઈન્સ, વી.એમ.ડેર પો.સબ ઈન્સ, એ.એસ.આઇ અમૃતવન ભુરાવન, પો.કોન્સ નવલસિંહ સુરતસંગ પરમાર, પો.કોન્સ સુખદેવસિંહ ચંદુભા,પો.કોન્સ નરેન્દ્રસિંહ સુરભા, પો.કોન્સ રવીરાજસિંહ ગીરીરાજસિંહ, પો.કોન્સ યશવતસિંહ બાપાલાલસિંહ, પો.કોન્સ પ્રકાશકુમાર રમણીકભાઇ, પો.કોન્સ.ભરતભાઇ જગદીશભાઈ

રિપોર્ટર : રણજીતભાઈ ખાચર
સાયલા, જી, સુરેન્દ્રનગર
મોં, 9998898958


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon