બીજા અઠવાડિયે ફિલ્મ ‘સુઈ ધાગા’ ની કમાણીમાં થયો ઘટાડો

, વરુણ ધવન અને અનુષ્કા શર્માની ફિલ્મ સુઈ ધાગાએ આશા પ્રમાણે ઠીક-ઠાક પ્રદર્શન કર્યું છે. જો કે, ફિલ્મે બીજા અઠવાડિયામાં વધારે સારી કમાણી કરી નથી. ફિલ્મની અત્યાર સુધીની કુલ કમાણી ૭૫.૮૦ કરોડ રૂપિયા છે. બીજા અઠવાડિયે જે રીતે ફિલ્મની કમાણીમાં ઘટાડો થયો છે તે જોઈ એવું લાગી રહ્યું છે કે, ૧૦૦ કરોડ ક્લબમાં સામેલ થવું ફિલ્મ માટે સરળ નથી.
ફિલ્મની સ્ટોરી મૌજી (વરુણ ધવન) અને મમતા (અનુષ્કા શર્મા) ની છે જે પતિ-પત્ની છે અને તેમના માતા-પિતા સાથે નાના શહેરમાં રહે છે. મૌજીના દાદા એક શિલ્પકાર હતા પરંતુ ફેક્ટરી બંધ થયા પછી તેના પિતા (રઘુબીર યાદવ) ને આ કામથી નફરત થવા લાગી હતી. મૌજી એક સિલાઈ મશીનની દુકાનમાં કારીગર તરીકે નોકરી કરતો હતો પરંતુ કંઇક એવી પરિસ્થિતિ બને છે જેના કારણે મમતા તરફથી મૌજીને કોઈ શ્રેષ્ઠ કામ કરવાની સલાહ આપવામાં આવે છે. જેથી મૌજીને વારંવાર તેના માલિકના કટાક્ષ સહન કરવા પડે નહિ. મૌજી સિલાઈ મશીન સાથે કામકાજ કરવાની તૈયારી કરે છે. તે દરમિયાન તેને ઘણી મુસીબતોનો સામનો કરવો પડે છે. ફિલ્મની સ્ટોરીમાં આગળ ઘણા ટ્વીસ્ટ છે અને તે જાણવા માટે તમારે ફિલ્મ જોવી પડશે.
ફિલ્મની સ્ટોરી દમદાર છે અને એક મહત્વના મુદ્દા તરફ ધ્યાન ખેંચે છે. ફિલ્મના સંવાદ પણ વિચારવા પર વિવશ કરે છે. જીવનની વાસ્તવિકતા શું છે અને એક તબક્કો કેવી રીતે જીવન વ્યતીત કરે છે, તેને દર્શાવવા શરત કટારિયાએ ખૂબ પ્રયત્ન કર્યો છે. ફિલ્મનું લોકેશન શ્રેષ્ઠ છે અને રિયલ પણ લાગે છે. કેમેરા વર્ક પણ કમાલનું છે. ફિલ્મમાં મૌજીના રોલમાં વરુણ ધવને શ્રેષ્ઠ અભિનય કર્યો છે. બીજી તરફ, અનુષ્કા શર્માની એક્ટિંગ પણ જબરદસ્ત છે. રઘુબીર યાદવે હંમેશાની જેમ આ વખતે પણ ગજબની એક્ટિંગ કરી છે.
The post બીજા અઠવાડિયે ફિલ્મ ‘સુઈ ધાગા’ ની કમાણીમાં થયો ઘટાડો appeared first on વિશ્વ ગુજરાત.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »