વડોદરા: મંકી પોકસ રોગ સામે તકેદારી રાખવા એરપોર્ટના અધિકારી કર્મચારીઓને તાલીમ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/vadodara-training-of-airport-officials-against-monkey-pox-disease/" left="-10"]

વડોદરા: મંકી પોકસ રોગ સામે તકેદારી રાખવા એરપોર્ટના અધિકારી કર્મચારીઓને તાલીમ


વડોદરા,તા.06 ઓગષ્ટ 2022,શનિવારઅનેક દેશમાં ફેલાઈ ગયેલા મંકીપોક્ષના રોગ અંગે દેશમાં ખૂબ તકેદારી લેવામાં આવી રહી છે. આ વચ્ચે હરણી ખાતે આવેલ એરપોર્ટ ખાતે ફરજ બજાવતા સ્ટાફ, એરલાઇન્સના સ્ટાફ અને ટીઆઇએસએફના જવાનોને રોગ અંગે કેવા પ્રકારની તકેદારી લેવી? અને કદાચ મંકી પોક્ષનો કેસ જણાઈ આવે તો એમાં કેવી કાર્યવાહી કરવી? તેની ટ્રેનિંગ આપવામાં આવી હતી. એટલું જ નહીં, વિદેશથી આવતા પર્યટકના કારણે રોગ એરપોર્ટના સ્ટાફમાં ન ફેલાય અને લોકલ ટ્રાન્સમિશન ન થાય તેની તકેદારી અંગે પાલિકાના એપેડેમીક અધિકારી ડો.પિયુષ પટેલ દ્વારા સમજ આપવામાં આવી હતી.હાલ વિશ્વના 87 દેશોમાં ફેલાઈ ગયેલ મંકી પોક્ષનો રોગ સંક્રમિત વ્યક્તિ સાથે સીધા સંપર્ક (સેક્સ) તથા સંક્રમિત વ્યક્તિના કોઈપણ શારીરિક પદાર્થો, ઘાવ વગેરે તથા દૂષિત કપડા, ખાંસી/ કફ ટોયલેટથી ફેલાય છે. રોગની કોઈ ચોક્કસ સારવાર નથી અને સંક્રમિત થનાર દર્દીએ 21થી 30 દિવસ સુધી આઇસોલેશનમાં રહેવું જરૂરી બને છે. અસગ્રસ્ત દેશોમાંથી આવ્યા બાદ ઓછામાં ઓછા 21 દિવસ જાતે મોનિટરિંગ કરવું અને જો કોઈ તકલીફ જણાય કે તાવ, ચામડી પર ચકામા વગેરે જેવી તકલીફ જણાય તો તુરંત પાલિકાના અથવા જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગને જાણ કરવી. ખાસ કરીને નબળી રોગ પ્રતિકારક શક્તિ અને જૂના તેમજ હઠીલા રોગથી પીડાતા અને વૃદ્ધોએ ખૂબ તકેદારી રાખવી અનિવાર્ય છે.એરપોર્ટ ખાતે યોજાયેલ ટ્રેનીંગ દરમિયાન ડોક્ટર પિયુષ પટેલે જણાવ્યું હતું કે, હાલ અમેરિકા અને યુરોપિયન દેશોમાં વધુ માત્રામાં મંકીપોક્સ પ્રસરી રહ્યો છે. લગભગ 87 દેશોમાં (તારીખ 3 ઓગસ્ટ, 2022 સુધીમાં) 26,000થી વધુ કેસ નોંધાયા છે. મંકીપોક્સ ઝુનોટિક ડિસિઝ છે અને 10થી 12 જેટલા આફ્રિકન દેશોમાં એન્ડેમિક છે. WHOના ડેટા પ્રમાણે, સૌથી વધુ કેસ અમેરિકા, જર્મની, ફ્રાન્સ, નેધરલેન્ડ, પોર્ટુગલ, બેલ્જિયમ ખાતે નોંધાયા છે. દવા તથા વેક્સિન બાબતે વિશ્વમાં હજુ રિસર્ચ હજુ ચાલી રહ્યું છે. બીમારીમાં ચામડી પર જોવા મળતા ચકામા લગભગ અછબડા (ચિકન પોક્સ) સાથે સામ્યતા ધરાવે છે. જો આવા ચકામા સાથે તાવ અને બીજા લક્ષણોની સાથે વિદેશથી કોઈ વ્યક્તિ કે પર્યટક આવ્યાની હિસ્ટ્રી હોય તો તે શંકાસ્પદ મંકીપોક્સનો કેસ ગણી શકાય.રોગના લક્ષણો કયા છે?તાવ આવવો.ચાવડી પર ચકામા (ચહેરા, હાથ, પગ, હથેળી વિગેરે).લિમ્ફનોટમાં સોજો.માથાનો દુખાવો, સ્નાયુનો દુખાવો.ગળામાં ખારાશ, ખાંસી.સાવચેતી શું રાખવી?માસ્ક પહેરવું.ખૂબ પ્રવાહી ખોરાક લેવો.રોગપ્રતિકારક શક્તિ વર્ગવર્ધક ખોરાક લેવો.સોશિયલ ડિસ્ટન્સ જાળવવું.બીમાર વ્યક્તિથી અંતર જાળવવું.વારંવાર હાથ ધોવા.સેનેટાઈઝરનો ઉપયોગ કરવો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]