વડોદરા: ઐતિહાસિક તાંબેકર વાડો ત્રિરંગી રોશનીથી ઝગમગી ઉઠ્યો - At This Time

વડોદરા: ઐતિહાસિક તાંબેકર વાડો ત્રિરંગી રોશનીથી ઝગમગી ઉઠ્યો


- મકરપુરા વિસ્તારમાં આવેલા 600 વર્ષ પુરાણા હજીરાને પણ રોશનીનો શણગાર વડોદરા,તા.13 ઓગષ્ટ 2022,શનિવારવડોદરા શહેરના પ્રતાપ રોડ પર અંદાજે લગભગ પોણા બસો વર્ષ પુરાણો તાંબેકર વાડા આવેલો છે. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ-વડોદરા  દ્વારા આ સંરક્ષિત ઇમારતને ત્રિરંગી રોશનીથી શણગારવામાં આવતા આ હવેલી શૈલીની ઇમારત રોશનીથી ઝગમગી ઉઠી છે. પુરાતત્વ વિભાગે ગોધરામાં મકરપુરા વિસ્તારમાં આવેલા અંદાજે 600 વર્ષ પુરાતન હજીરાને પણ ત્રિરંગી રોશનીથી શણગારવાનું શરૂ કર્યું છે. આ ઉપરાંત વડોદરા નજીક આવેલા પાવાગઢની ઇમારતોને પણ ત્રિરંગી રોશનીથી સુશોભિત કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. 15મી ઓગષ્ટના રોજ વડોદરાના હજીરા તેમજ પાવાગઢ-ચાંપાનેરની સાત કમાન ખાતે ૫૦ ફૂટ સ્તંભ પર રાષ્ટ્ર ધ્વજ ફરકાવવામાં આવશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon