વડોદરા: વાડીમાં ત્રણ માળનું જર્જરીત મકાન ધરાશાયી : દૂધની દુકાન દબાઈ, એકને ઈજા

વડોદરા: વાડીમાં ત્રણ માળનું જર્જરીત મકાન ધરાશાયી : દૂધની દુકાન દબાઈ, એકને ઈજા


વડોદરા,તા.05 ઓગષ્ટ 2022,શુક્રવારવડોદરા શહેરના વાડી વિસ્તારના રંગમહાલ પાસે આવેલ ત્રણ માળનું એક જર્જરીત મકાન આજે સવારના સમયે ધરાશાયી ગયું હતું. હાલ શહેરમાં પ્રવર્તતી વરસાદની પરિસ્થિતિને કારણે અચાનક બનેલી આ ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડની ટીમ દોડી ગઈ હતી.વાડી રંગમહાલ ખાતે ગણેશ દુગ્ધાલયાની દુકાન આવેલી છે. દૂધની દુકાન ત્રણ માળના મકાનમાં છે. જેમાં સૌથી નીચે દૂધની દુકાન છે અને ઉપરના બે માળ રહેઠાણ તરીકે વાપરવામાં આવે છે. વર્ષો જૂની ઈમારત હોઇ જર્જરીત થઈ ગઈ હતી. દરમિયાન આજે વાદળછાયા વાતાવરણ વચ્ચે અચાનક ત્રણ માળનું મકાન ધરાશાયી સહિત થયું હતું. જેમાં એક વ્યક્તિને ઈજા થઈ હતી અને અહીં આજુબાજુ પાર્ક કરેલા ચાર વાહનો દબાઈ ગયા હતા. મકાન ધરાશાયી થવાની ઘટનામાં તેનો ધડાકાભેર અવાજ આવતા આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. તે પૈકી કેટલાકે તુરંત બનાવની જાણ ફાયર બ્રિગેડને કરી હતી. બનાવ સ્થળે ફાયર બ્રિગેડ અને એમ્બ્યુલન્સ ટીમ દોડી ગઈ હતી. જો કે કોઈ મોટી જાનહાની થઈ ન હતી. એક વ્યક્તિને ઈજા થઈ હોવાનું જાણવા મળ્યું છે. ચાર વાહનો પણ કાટમાળ નીચે દબાયા હોવાનું જાણવા મળ્યું છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »