વડોદરા: મહિલા સ્વાવલંબન દિનની ઉજવણીમાં માત્ર એક મહિલા કોર્પોરેટરને આમંત્રણ આપતા વિવાદ

વડોદરા: મહિલા સ્વાવલંબન દિનની ઉજવણીમાં માત્ર એક મહિલા કોર્પોરેટરને આમંત્રણ આપતા વિવાદ


- મહિલા અને બાળ વિકાસ રાજ્ય મંત્રીની વાહલાદવલાની નીતિ સામે ભાજપના મહિલા આગેવાનોમાં રોષવડોદરા,તા.06 ઓગષ્ટ 2022,શનિવારગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા તારીખ પહેલી ઓગસ્ટથી સાતમી ઓગસ્ટ સુધી નારી વંદન ઉત્સવ નિમિત્તે ગુજરાત ભરમાં સાત દિવસના સાત અલગ અલગ કાર્યક્રમો જિલ્લા કક્ષાએ યોજવામાં આવ્યા હતા. જેમાં વડોદરા ખાતે મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણીમાં મહિલા અને બાળ વિકાસ વિભાગના રાજ્ય મંત્રી મનીષાબેન વકીલના માનીતા એવા એકમાત્ર મહિલા કોર્પોરેટર હેમિષાબેન ઠક્કરને આમંત્રણ આપવામાં આવતા ભાજપના અન્ય મહિલા આગેવાનો અને મહિલા કોર્પોરેટરોમાં વડોદરાના મહિલા વિભાગના રાજ્ય મંત્રીની વાલા દવલાની નીતિ સામે રોષ આપ્યો છે જેમાં આ કાર્યક્રમનું આયોજન કરનાર અધિકારી સામે પગલાં ભરવાની પણ ઉચ્ચકક્ષાએ રજૂઆત કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.ગુજરાત સરકારના વિવિધ વિભાગો દ્વારા જ્યારે જ્યારે જિલ્લા કક્ષાએ કાર્યક્રમ યોજાય છે તેમાં તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓને આમંત્રણ આપવામાં આવતું હોય છે તાજેતરમાં ગુજરાત વિકાસ યાત્રા માં પણ તમામ ભાજપના કોર્પોરેટર અને ધારાસભ્યોને આમંત્રણ આપવામાં આવ્યું હતું જ્યારે મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા તારીખ પહેલી થી સાત ઓગસ્ટ સુધી નારી વંદન ઉત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તારીખ પહેલી ઓગસ્ટના રોજ મહિલા સુરક્ષા દિવસ, તારીખ બીજીના રોજ બેટી બચાવો બેટી પઢાવો દિવસ, તારીખ ત્રીજીના રોજ મહિલા સ્વાવલંબન દિવસ, તારીખ ચોથીના રોજ મહિલા નેતૃત્વ દિવસ, તારીખ પાંચમીના રોજ મહિલા કર્મયોગી દિવસ, તારીખ છઠ્ઠીના રોજ મહિલા કલ્યાણ દિવસ અને તારીખ સાતમીના રોજ મહિલા અને બાળ આરોગ્ય દિવસની ઉજવણી કરતો કાર્યક્રમ રાજ્યના દરેક જિલ્લા કક્ષાએ યોજવાનું નક્કી થયું હતું.વડોદરા જિલ્લા માં તારીખ ત્રીજી ના રોજ મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી પોલો ગ્રાઉન્ડ પાસે આવેલા લાડ ભવન ખાતે કરવામાં આવી હતી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાજપના મહિલા  કોર્પોરેટર  હેમિષા ઠક્કરને જ આમંત્રણ આપવામાં આવ્યું હતું અને તેના હસ્તે દીપ પ્રાગટ્ય પણ રાખ્યું હતું. આ કાર્યક્રમની જાણકારી ભારતીય જનતા પાર્ટીના મહિલા મોરચાના આગેવાનો અને ભાજપના મહિલા કોર્પોરેટરોમાં રાજકીય મોરચે ચર્ચાનો વિષય બન્યો છે.ગુજરાત સરકારના વિવિધ વિભાગો દ્વારા જ્યારે પણ કાર્યક્રમ યોજાતા હોય છે તેમાં તમામ કોર્પોરેટરોને બોલાવવામાં આવે છે ત્યારે આ કાર્યક્રમમાં ફક્ત એક જ મહિલા કોર્પોરેટરને આમંત્રણ આપવામાં આવ્યું હતું જેથી વિવાદ સર્જાયો છે.મહિલા કોર્પોરેટરોમાં ચાલતી ચર્ચા મુજબ વડોદરા કોર્પોરેશનના ડેપ્યુટી મેયર પણ મહિલા છે છતાં પણ તેમની બાદબાકી કરવામાં આવી છે. હવે, હેમીશાબેન ઠક્કર મહિલા અને બાળ વિકાસ વિભાગના રાજ્યમંત્રીની અવેજીમાં કે પછી 76 કોર્પોરેટર માંથી મંત્રીના માનીતા છે એટલે  મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણીમાં  ઉપસ્થિત રહેવા આમંત્રણ આપવામાં આવ્યું હતું જ્યારે અન્ય મહિલા કોર્પોરેટરો શું મહિલા નથી? વડોદરામાં આયોજિત આ કાયૅક્રમમાં શું બીજા 34 મહિલા કોર્પોરેટરો પર મહિલા અને બાળ વિકાસ રાજ્યમંત્રી ને જ ભરોસો નથી ?ભાજપના જ મંત્રી દ્વારા પોતાની જ પાર્ટીના ચૂંટાયેલા મહિલા પ્રતિનિધિઓ સાથે વ્હાલા દવલાની નીતિ અપનાવી રહ્યા છે મહિલા કોર્પોરેટરોમાં ચાલતી ચર્ચા મુજબ ભારતીય જનતા પાર્ટી દ્વારા અપાયેલા સુકન્યા સમૃદ્ધિ યોજનામાં આ મહિલા કોર્પોરેટરદ્વારા ફૂટી કોડીનું યોગદાન આપવામાં આવ્યું નથી જયારે મોટાભાગની મહિલા કોર્પોરેટરો પાસેથી રૂ.4000થી રૂ.18000 ભરી દિકરીઓના ખાતાં ખોલવામાં આવ્યા છે.વડોદરાના મહિલા અને બાળ વિકાસ વિભાગના રાજ્યમંત્રી દ્વારા ચાલતી વાલા દવલાની નીતિ અંગે કેટલાક મહિલા આગેવાનોએ મુખ્યમંત્રી અને શહેર ભાજપ પ્રમુખને રજૂઆત કરી હોવાનું જાણવા મળે છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »