વડોદરા: સેન્ટ્રલ જેલ ખાતે પીવાના પાણીની ટાંકી બનાવવાનું કામ બે વર્ષથી ખોરંભે - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/vadodara-construction-of-drinking-water-tank-at-central-jail-has-been-stalled-for-two-years/" left="-10"]

વડોદરા: સેન્ટ્રલ જેલ ખાતે પીવાના પાણીની ટાંકી બનાવવાનું કામ બે વર્ષથી ખોરંભે


- બજેટમાં મંજુર થયા બાદ અધિકારીઓને બ્રહ્મજ્ઞાન લાધ્યું કે પમ્પ નો ખર્ચ ગણવાનો રહી ગયો..!!વડોદરા,તા.05 ઓગષ્ટ 2022,શુક્રવારવડોદરા શહેરના સ્માર્ટ શાશકો અને સ્માર્ટ અધિકારીઓ અણઆવડતના કારણે સેન્ટ્રલ જેલ ખાતે પીવાના પાણીની ટાંકી બનાવવાનું કામ બે વર્ષથી ખોરંભે ચઢ્યું છે.  છેલ્લા બે વર્ષથી ૭૦ હજાર લોકોને પાણી પુરતાં પ્રેશરથી મળતું નથી.વડોદરા વિકાસ થાય તે માટે સરકારે શહેરનો સ્માર્ટ સીટીમાં સમાવેશ કર્યો છે. જો કે શહેરને સ્માર્ટ સીટી બનાવવાની જેની જવાબદારી છે એવા શાશકો અને અધિકારીઓની અણઆવડત ના કારણે સ્માર્ટસિટી તો દૂર શહેરીજનોને પ્રાથમિક સુવિધાઓ માટે પણ વલખાં મારવા પડે છે. સ્માર્ટ સિટીના વહીવટીતંત્ર અને શાસકોની વધુ એક નિષ્ફળતા પ્રકાશમાં આવી છે. વડોદરાના હાર્દ સમા શહેરના દાંડિયાબજાર સહિતના વિસ્તારોમાં પીવાનું પાણી પુરુ પાડતી સેન્ટ્રલ જેલ સ્થિત પાણીની ટાંકી નવી નિર્માણ કરવાનું કામ બે વર્ષથી શરૂ થતું નથી. રૂપિયા અઢી કરોડના ખર્ચે નિર્માણ થનાર ટાંકી નું કામ ખોરંભે કેમ ચઢ્યું છે એ પણ જાણવા જેવું છે. બે વર્ષ અગાઉ ટાંકી માટે બજેટ ફાળવ્યા બાદ તંત્રને બ્રહ્મજ્ઞાન લાધ્યું કે ટાંકી સાથે જરૂરી પમ્પનો ખર્ચ ગણવાનો રહી ગયો છે. આ ભૂલ સુધારી અંદાજીત ખર્ચ બજેટમાં ઓછો પડતાં ગ્રાન્ટમાં વ્યવસ્થા કરવાનો નિર્ણય લેવાયો. આથી વિશેષ પ્રાથમિક જરૂરિયાત ગણાતા પીવાના પાણીની ટાંકીની મંજૂરીની ફાઇલ બે-બે વાર એક ઓફિસથી બીજી ઓફીસ ફરતી રહી. અધિકારીઓના અહમની લઢાઈ કહો કે નિષ્કાળજી, છેવટે તો શહેરીજનોને ભોગવવાનું આવે છે. ટાંકી ના અભાવે પીવાનું પાણી પુરતાં પ્રેશરથી નહિ મળતાં સ્થાનિક કોંગ્રેસના કાઉન્સિલરએ પણ તંત્ર પર રોષ ઠાલવ્યો હતો.હાલમાં પાણી માટે લાલબાગ ટાંકીનો વૈકલ્પિક સ્ત્રોત તરીકે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જો કે આ સ્ત્રોત પૂરતો નથી. અધિકારીઓ જણાવી રહ્યા છે કે ટેન્ડર પ્રક્રિયા ચાલી રહી છે અને ટૂંક સમયમાં કામ શરૂ થઈ જશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]