ભાભર ગૌરવપથ વાવ રોડ પર દબાણ સર્વે હાથ ધરાયું.. - At This Time

ભાભર ગૌરવપથ વાવ રોડ પર દબાણ સર્વે હાથ ધરાયું..


ભાભર વાવ સર્કલ પર આવેલા ગૌરવપથ પર દાબણનો રાફડો ફાટયો હતો ભાભરના જાગૃત નાગરિકો દ્વારા વાવ રોડ પરના દબાણો હટાવા માટે ભાભર નગરપાલિકામાં લેખિતમાં રજૂઆત કરવામાં આવેલ જેના પગલે આજે પાલીકા કર્મચારીઓ દ્વારા રોડ ડીવાઇડરના મધ્ય સેન્ટરથી ૧૪ મીટરનુ માપ કરવામાં આવેલ જેમાં વાવરોડ પર બનાવેલ કેટલીક દુકાનો છતો,ઓટલા અને સીડીઓ દબાણ મા આવેલ હોવાનું જણાઇ આવતાં પાલિકાના કર્મચારીઓ દ્વારા ૧૪ મીટરનુ માપ કરીને લાલ કલરથી એરો મારવામાં આવતા દબાણકારોમાં ફફડાટ ફેલાઇ જવા પામ્યો હતો આ દબાણો વહેપારીઓ , રાજકીય આગેવાનો અને બિલ્ડરોના હોવાથી નગરજનોમા અનેક ચર્ચાઓ થઈ રહી છે શું આ દબાણો તુટશે ખરાં તે પણ એક મોટો સવાલો ઉભા થયા છે..???


9913475787
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.