ચોરીનું આળ મૂકી ત્રણ યુવકનું અપહરણ કરી રૂ.1 લાખની ખંડણી માગી, ત્રણ શખ્સ ઝડપાયા - At This Time

ચોરીનું આળ મૂકી ત્રણ યુવકનું અપહરણ કરી રૂ.1 લાખની ખંડણી માગી, ત્રણ શખ્સ ઝડપાયા


અપહ્યતની પત્નીએ પોલીસને જાણ કરી, પોલીસે પૈસા લઇને મોકલી ત્રણને પકડી લીધા

રૈયાધારથી રિક્ષામાં ઉઠાવી જઇ જામનગર રોડ પર ખાણ પાસે જઇ ઢોરમાર માર્યો

રૈયાધાર વિસ્તારમાં રહેતા ત્રણ યુવક પર ગુરૂવારે મધરાત્રે ચોરીનું આળ મૂકી ત્રણ શખ્સોએ ત્રણેય યુવકના અપહરણ કરી જામનગર રોડ પર એફસીઆઇના ગોડાઉન નજીક લઇ જઇ ઢોરમાર માર્યો હતો અને રૂ.1 લાખની ખંડણી માગી હતી, અપહ્યતની પત્નીએ પોલીસને જાણ કરતા ત્રણેયને ઝડપી લેવાયા હતા.ઘંટેશ્વર 25 વારિયામાં રહેતા અને જૂના કપડા વેચવાનો ધંધો કરતા રાહુલ તુલસીભાઇ દતાણી (ઉ.વ.18)એ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે આફતાબ સમા અને ત્રણ અજાણ્યા શખ્સના નામ આપ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon