*સાયલાના કેસરપર ગામે 36 મી નેશનલ ગેમ્સ ની ઉજવણી કરવામાં આવી.* - At This Time

*સાયલાના કેસરપર ગામે 36 મી નેશનલ ગેમ્સ ની ઉજવણી કરવામાં આવી.*


ગુજરાત ભરમાં ઠેર ઠેર નેશનલ ગેમ્સની ઉજવણી કરવામાં આવી હતી .જ્યારે સુરેન્દ્રનગર સાયલા તાલુકાના કેસરપર ગામે પણ નેશનલ ગેમ્સ ની ઉજવણી કરવામાં આવી. જેમાં નેશનલ ગેમ્સના ભાગરૂપે કબડ્ડી, લંગડી, ખો ખો, સંગીત ખુરશી, ઉંચી લાંબી કુદ જેવા જુદા જુદા રમોત્સવનો કાર્યક્રમ રાખવામાં આવ્યો. ત્યારબાદ વિજેતા થયેલા વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ પણ કરવામાં આવ્યા. જેમાં કેસરપર પ્રાથમિક શાળાના આચાર્ય સેતાર ભાઈ, તેમજ તેમના શિક્ષકોનો સ્ટાફ, મોટી સંખ્યામાં બાળકો, ઉપસરપંચ વિનુભાઈ સારલા, પત્રકાર જેસીંગભાઇ જેવા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

અહેવાલ ..જેસીંગભાઇ સારોલા
બિઝનેસ પાર્ટનર ..રણજીતભાઈ ખાચર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon