ધંધુકા-બરવાળા રોડ પર કાર અને બાઈક વચ્ચે અકસ્માત, બાઈક સવાર ગંભીર રીતે ઈજાગ્રસ્ત - At This Time

ધંધુકા-બરવાળા રોડ પર કાર અને બાઈક વચ્ચે અકસ્માત, બાઈક સવાર ગંભીર રીતે ઈજાગ્રસ્ત


ધંધુકા-બરવાળા રોડ પર કાર અને બાઈક વચ્ચે અકસ્માત, બાઈક સવાર ગંભીર રીતે ઈજાગ્રસ્ત

અમદાવાદ જીલ્લા ના ધંધુકા-બરવાળા રોડ પર ખેતીવાડી ફાર્મ નજીક એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો, જેમાં કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અથડામણ થઈ. આ દુર્ઘટનામાં બાઈક સવાર વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી હતી.

આ અકસ્માતની જાણ થતા ધંધુકા ૧૦૮ એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને ઈજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે ધંધુકા આરએમએસ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો.

આ અકસ્માતનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ પ્રાથમિક અહેવાલો મુજબ વધારે ઝડપ અથવા અચાનક ધટનાને કારણે અકસ્માત સર્જાયો હોઈ શકે છે. પોલીસ અધિકારીઓએ ઘટનાની તપાસ શરૂ કરી છે.

રીપોર્ટર : સી કે બારડ
મો : 7600780700


+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image