ભાવનગરમાં ૧૩ હજારથી વધુ લાભાર્થીઓએ પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ)નો લાભ લેવા અરજીઓ કરી
ભાવનગરમાં ૧૩ હજારથી વધુ લાભાર્થીઓએ પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ)નો લાભ લેવા અરજીઓ કરી
પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ)નો જરૂરીયાતમંદ લાભાર્થીઓને લાભ લેવા અનુરોધ
ભાવનગર જિલ્લામાં પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણ અંર્તગત ચાલી રહેલ સર્વેમાં ભાવનગર તાલુકાના-૪૯ ગામોમાં ૯૮૫, ગારીયાધાર તાલુકાના-૪૬ ગામોમાં-૧,૬૪૬,ઘોઘા તાલુકાના ૩૯ ગામોમાં-૧,૧૩૩,જેસર તાલુકાના ૩૪ ગામોમાં-૧,૨૭૧,મહુવા તાલુકાના- ૧૧૩ ગામોમાં-૨,૨૪૨,પાલીતાણા તાલુકાના-૭૫ ગામોના-૧,૪૨૭, શિહોર તાલુકાના- ૭૭ ગામોનાં ૧,૬૨૨ તળાજા તાલુકાના- ૧૧૬ ગામોના- ૨,૬૨૮ ઉમરાળા તાલુકાના ૪૩ ગામોના ૨૯૪ લાભાર્થીઓ અને વલ્લભીપુર તાલુકાના-૫૩ ગામોના ૨૯૭ લાભાર્થીઓ સહિત કુલ- ૬૪૫ ગામોના-૧૩,૫૪૫ લાભાર્થીઓ દ્વારા આવાસ યોજનાનો લાભ લેવા માટે અરજી કરવામાં આવી છે. હાલ પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણ અંર્તગત સર્વેની કામગીરી ચાલુ છે.જેથી વધુમાં વધુ જરૂરીયાતમંદ લાભાર્થીઓને આ યોજનાનો લાભ લેવા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામકની અખબારી યાદીમાં જણાવ્યું છે.
પ્રધાનમંત્રી આવાસ યોજના-(ગ્રામીણ) નો લાભ કોને ન મળી શકે
થ્રી વ્હિલ / ફોર વ્હિલ વાહન, ખેતી લાયક સાધન થ્રી વ્હિલ/ફોર વ્હિલ વાહન, રૂ.૫૦,૦૦૦ થી ઉપર કિસાન ક્રેડીટ લીમીટ,ઘરનો કોઇ વ્યક્તિ સરકારી કર્મચારી, ઘરનો કોઇ પણ વ્યક્તિ સરકાર સાથે નોંધાયેલ બીન કૃષિ ઉદ્યોગો ધરાવતા હોય,પરીવારના કોઇ પણ વ્યક્તિની માસીક આવાક રૂા.૧૫૦૦૦ થી વધુ,ઇનકમ ટેક્ષ ભરતા ,પ્રોફેશનલ ભરતા, ૨.૫ એકર અથવા તેનાથી વધુ પીયત જમીન ૧૦. ૫ એકર અથવા તેનાવી વધુ બીન પીયત જમીન હોય તેમને આ યોજનાનો લાભ મળવા પાત્ર નથી.
યાદીમાં વધુમા જણાવ્યુ છે કે, ઓનલાઇન સર્વે અને વધુ માહિતી માટે લગત ગ્રામ પંચાયત કચેરી, નિમણુંક થયેલ સર્વેયર તેમજ લગત તાલુકા પંચાયત કચેરીનો સંપર્ક કરવાનો રહેશે
રીપોટર- અશોક ચૌહાણ
ગારીયાધાર
ભાવનગર
99 781 28 943
9978128943
આ પ્રકારના તમામ સમાચાર માટેે
