ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર શ્રી રાજદેવસિંહ ગોહિલના અધ્યક્ષ સ્થાને જળ શક્તિ અભિયાન અંતર્ગત રીવ્યુ મિટિંગ યોજાઈ*
*ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર શ્રી રાજદેવસિંહ ગોહિલના અધ્યક્ષ સ્થાને જળ શક્તિ અભિયાન અંતર્ગત રીવ્યુ મિટિંગ યોજાઈ*
--------------
*સંગ્રહ ટાંકીની સફાઈનું કામ, સ્ટોર્મ વોટર ડ્રેનેજ સફાઈ કામ તેમજ પરંપરાગત જળાશયો અને ટાંકીઓના નવીનીકરણની કામગીરી અંગે સમીક્ષા કરાઈ*
--------------
ગીર સોમનાથ, તા.૧૦: જળ શક્તિ અભિયાન અંતર્ગતના કામો અંગે તા.૯ સપ્ટેમ્બરના રોજ ગીર સોમનાથ જિલ્લામાં જિલ્લા સેવા સદન કચેરી, ઈણાજ ખાતે જિલ્લા કલેક્ટર શ્રી રાજદેવસિંહ ગોહિલના અધ્યક્ષ સ્થાને રિવ્યૂ મિટિંગ યોજાઇ હતી.
જળ શક્તિ અભિયાન અંતર્ગત ચેકડેમ રીપેરીંગ અને ડીસીલ્ટીંગ કામ, ટાંકી તથા તળાવ ઊંડા કરવાની કામગીરી, વરસાદી પાણીનો સંગ્રહ, સમ્પ તેમજ સંગ્રહ ટાંકીની સફાઈનું કામ, સ્ટોર્મ વોટર ડ્રેનેજ સફાઈ કામ તેમજ પરંપરાગત જળાશયો તેમજ ટાંકીઓના નવીનીકરણની કામગીરી અને બોરવેલના પુનઃ ઉપયોગ તેમજ રિચાર્જ, સઘન વનીકરણ અને વોટરશેડ વિકાસના મુદ્દાઓ અંગે અગત્યની ચર્ચા કરવામાં આવી હતી.
નોંધનીય છે કે ૨૯ માર્ચ ૨૦૨૨ના રોજ જળ શક્તિ અભિયાન લોન્ચ કરાયું હતું. જે અંતર્ગત "કૅચ ધ રેઈન" કેમ્પેઈન કાર્યરત છે. જેની ટેગલાઈન "કૅચ ધ રેઈન, વેઅર ઈટ ફોલ્સ, વેન ઈટ ફોલ્સ" એટલે કે "વરસાદી પાણીનો સંગ્રહ કરો, જ્યાં તે પડે છે, જ્યારે પણ તે પડે છે" છે.
આ રિવ્યૂ મિટિંગમાં નાયબ સચિવ નવી દિલ્હી શ્રી કરણ થાપર, શક્તિ મુરુગન સાઇન્ટીસ્ટ જલ શક્તિ મંત્રાલય ભારત સરકાર, એપી કલસરિયા, નોડલ અધિકારી જળ શક્તિ અભિયાન ગીર સોમનાથ, ડીઆરડીએ નિયામકશ્રી શ્રીવાસ્તવ, કાર્યપાલક ઇજનેર પાણી પુરવઠા બોર્ડ શ્રી એન. રાઠોડ, કાર્યપાલક ઇજનેર પંચાયત સિંચાઈ શ્રી એસ.એલ.રાઠોડ તેમજ ગીર સોમનાથ જિલ્લાના સંબંધિત વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.