KBCમાં 25 લાખ જીતનાર ખેડૂત પુત્રીએ અનુભવ શેર કર્યા - At This Time

KBCમાં 25 લાખ જીતનાર ખેડૂત પુત્રીએ અનુભવ શેર કર્યા


KBCમાં 25 લાખ જીતનાર ખેડૂત પુત્રીએ અનુભવ શેર કર્યા
◆◆◆◆◆◆◆◆◆◆
આ સક્સેસ યાત્રામાં સહકાર આપનારનો આભાર માન્યો
◆◆◆◆◆◆◆◆◆◆
પોતાની સફળતા સ્વર્ગસ્થ માતાને સમર્પિત કરી

વિશ્વ વિખ્યાત ટીવી શો કોન બનેગા કરોડપતિમાં અમિતાભ બચ્ચન સામે હોટ સીટ પર બેસીને રૂપિયા 25 લાખ જીતનાર પોરબંદરના શીશલી ગામની ખેડૂત પુત્રીએ પોતાની આ સક્સેસ યાત્રાની દરેક વાતો પોરબંદર વીલા સર્કિટ હાઉસ ખાતે આયોજિત પત્રકાર પરિષદમાં દિલ ખોલીને શેર કરી હતી.

પોરબંદર વિસ્તારની ખેડૂત પરિવારની કોમ્પ્યુટર એન્જિનિયર યુવતીએ પોતાના જ્ઞાનના અનુભવના આધારે કોન બનેગા કરોડપતિ જ્ઞાન વર્ધક ટીવી શો કેબીસીમાં સદીના મહાનાયક અમિતાભ બચ્ચનના પ્રશ્નોના ખૂબ જ કોન્ફિડન્સ સાથે સાચા જવાબો આપીને રૂપિયા 25 લાખ જીતી સમગ્ર પોરબંદર વિસ્તારનું ગૌરવ વધાર્યું હતું.

પોતાના જ્ઞાનના સહારે 25 લાખ જેવી માતબર રકમ જીતી પોરબંદર પરત આવી પહોંચેલી જયા ઓડેદરાએ એક પત્રકાર પરિષદમાં પોતાની આ સફળ જ્ઞાન યાત્રાની વાતો શેર કરી હતી.

■ પોતાની સફળતા સ્વર્ગસ્થ માતાને સમર્પિત :
જયા ઓડેદરા કેબીસીમાં ભાગ લેવા માટે તૈયારીઓ કરતી હતી ત્યારે જયાને અમિતાભ બચ્ચન સાથે હોટ સીટ પર જોવા માટે તેમની માતાની ખૂબ ઈચ્છા હતી, પરંતુ જયા કેબીસીના ઇન્ટરવ્યૂ માટે જાય તે પહેલાં જ તેમની માતાનું બીમારી સબબ અવસાન થઇ ગયું. આથી જયાએ તેમની માતાની ઈચ્છા પૂર્ણ કરવા માટે આવી વિકટ પરિસ્થિતિમાં પણ હિંમતપૂર્વક તૈયારી કરીને અંતે અમિતાભ બચ્ચન સામે હોટ સીટ પર બેસી 25 લાખના પ્રશ્નોના સાચા જવાબ આપીને સફળતા મેળવી એ સક્સેસ એમની સ્વર્ગસ્થ માતાને સમર્પિત કરી એમની ઈચ્છા પૂર્ણ કરી હતી.

■ આ જ્ઞાન યાત્રામાં સહકાર આપનારનો આભાર :
આ ટીવી શોમાં જવા માટે અનુમતિ આપીને સતત પ્રોત્સાહન આપનાર માતા પિતા અને પરિવારનો આભાર માન્યો હતો આ ઉપરાંત આ ટીવી શોના ઇનરવ્યું સમયથી લઈને એપિસોડના લાઈવ પ્રસારણ સુધી સતત માર્ગદર્શન અને પ્રોત્સાહન પૂરું પાડવા માટે લાખણશીભાઈ ગોરાણિયાનો ખાસ આભાર માન્યો હતો. આ એપિસોડ સમગ્ર પોરબંદર એક જગ્યાએ સાથે મળીને જુએ તે માટે સુદામા ચોકમાં LED પર લાઈવ પ્રસારણની સુંદર વ્યવસ્થા કરનાર લાખણશીભાઈ ગોરાણિયા તથા નવરંગ અને જેસીઆઈની ટીમનો પણ આભાર વ્યક્ત કર્યો હતો. હોટ સીટ પર એક સવાલના સાચા જવાબ માટે લાઈફ લાઇન તરીકે મદદરૂપ થનાર ધર્મેશભાઈ વસાણીનો પણ હૃદયપૂર્વક આભાર. આ ઉપરાંત યોગ્ય માર્ગદર્શન માટે જનકભાઈ ઓડેદરાનો પણ આભાર માન્યો હતો. ખાસ આભાર તમામ પત્રકાર મિત્રોનો કે જેમને મારા એપિસોડને વધુને વધુ લોકો જુએ એ માટે ખૂબ સુંદર કવરેજ આપ્યું હતું. આમ જયા ઓડેદરાએ એમની આ સફળ જ્ઞાન યાત્રામાં મદદરૂપ થનાર તમામનો આભાર વ્યક્ત કર્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.