ભાવનગરના ગારીયાધાર નગરપાલિકામાં પ્રમુખ-ઉપ પ્રમુખની ચૂંટણી યોજાઈ
ભાવનગરના ગારીયાધાર નગરપાલિકામાં પ્રમુખ-ઉપ પ્રમુખની ચૂંટણી યોજાઈ
ગારીયાધાર પ્રાંત અધિકારીના અધ્યક્ષસ્થાને ચૂંટણી યોજાઈ
મીનાબેન બારૈયાની પ્રમુખ તરીકે બિનહરીફ વરણી થઈ
ઉપ પ્રમુખ તરીકે પ્રફુલ કાત્રોડીયાને ૨૮માથી ૧૮ મત મળતા ઉપપ્રમુખ તરીકે પ્રફુલભાઇ કાત્રોડીયા ચુંટાઇ આવ્યાં
જો કે પ્રમુખ પદ માટે બે ફોમ ભરાયા હતા પરંતુ ઇન્દાબા બહેનનું ફોમની દરખાસ્ત ન કરતા મીનાબેન બારૈયા પ્રમુખ તરીકે બિન હરિફ ચુંટાયા હતાં
નવનિયુક્ત પ્રમુખ- ઉપપ્રમુખ સહિત તમામ હોદ્દેદારોને મો મીઠાં કરાવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી
પુર્વ ધારાસભ્ય કેશુભાઈ નાકરાણી શહેર ભાજપ પ્રમુખ નિલેશ રાઠોડ. નગરપાલિકામાં ચુંટાયેલ સદસ્યો ભાજપના કાર્યકર્તાઓ સહિત અગ્રણીઓ હાજર રહી નવ નિયુક્ત પ્રમુખ ઉપપ્રમુખ તેમજ નવા નિમાયેલા તમામ પ્રતિનિધિઓની હર્ષોલ્લાસ સાથે ફુલહાર તેમજ તાળીઓના ગડગડાટથી સાથે વધાવી અભીનંદન પાઠવવામાં આવેલ
છેલ્લા બે એક વર્ષથી નગરપાલીકામાં વહિવટ શાસન ચાલતું હતું
ત્યારે આજે ગારીયાધાર નગરપાલીકામાં ભાજપ પ્રેરિત પ્રમુખ -ઉપપ્રમુખ ચુટાતા શહેરની પ્રાથમિક સુવિધા જેમ કે પાણી. રોડ.રસ્તા.ગડર વગરે પ્રાથમિક સુવિધા અપાવી ગારીયાધાર શહેરને વિકસિત કરવાની પ્રથમ પ્રાયોરિટી આપવામાં આવશે તેવું જણાવ્યું હતું
રીપોટર- અશોક ચૌહાણ
ગારીયાધાર
ભાવનગર
99 781 28 943
9978128943
આ પ્રકારના તમામ સમાચાર માટેે
