પોરબંદર શહેર ના કુંભારવાડા ના બિસ્માર રસ્તાના નવીનીકરણ ના કામનો શુભારંભ થતા લોકોમાં હર્ષ ની લાગણી પ્રસરી - At This Time

પોરબંદર શહેર ના કુંભારવાડા ના બિસ્માર રસ્તાના નવીનીકરણ ના કામનો શુભારંભ થતા લોકોમાં હર્ષ ની લાગણી પ્રસરી


વરસાદ અને પૂર પાણીના કારણે કુંભારવાડા ના બંને રસ્તાઓ બિસ્માર થતા લોકોને વેઠવી પડતી હતી હાલાકી

ગોસા(ઘેડ)તા.૧૦/૧૨/૨૦૨૪ ઓણ સાલ ભારે વરસાદના કારણે પોરબંદર જાણે ૧૯૮૩ની સાલમાં જેવી પરિસ્થતિ નું નિર્માણ થયું હોય તેવો નજારો પોરબંદર ની જનતાએ અનુભવ્યો હતો. ભારે પૂર પરિસ્થતિ ના કારણે પોરબંદર શહેર ના રસ્તાઓની હાલત બિસ્માર બની ગઈ હતી.તેમાનો કુંભારવાડા વિસ્તારએ પોરબંદર શહેરમાં મહત્વપૂર્ણ વિસ્તાર ગણવામાં આવે છે. ત્યારે ભારે વરસાદ અને પુરની પરિસ્થિતીના કારણે આ વિસ્તારના રોડ પણ બિસ્માર બનતા સ્થાનિક લોકો તેમજ વાહન ચાલકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો. જેને ધ્યાને રાખી કુંભારવાડા વિસ્તારનમાં આવતા બન્ને મેન રોડ નવા બનાવવાનો નિર્ણય પોરબંદર છાંયા નગર પાલિકા દ્વારા કરવામાં આવ્યો હતો. ત્યારે આજે પોરબંદર છાંયા નગર પાલિકાના પ્રમુખ ડૉ. ચેતનાબેન તિવારીની ઉપસ્થિતીમાં કુંભારવાડાના આ બન્ને મેઈન રોડના નવીનીકરણ કરવાના,બનાવવાના કામનો શુભારંભ કરવામાં આવ્યો છે. આ બન્ને મેઈન રોડ બનતા સ્થાનિક લોકોને પડી રહેલ હાલાકીનો અંત આવશે. જેને લઈને સ્થાનિક લોકોમાં હર્ષની લાગણી પ્રસરી જવા પામી છે.
આ કાર્યક્રમ માં ખાસ ઉપસ્થિત
પોરબંદર છાયા નગરપાલિકા ના ઊર્જાવાન પ્રમુખ ડો ચેતનાબેન તિવારી પૂર્વ કાઉન્સિલર દેવશીભાઈ પરમાર,યુવા આગેવાન ધર્મેશભાઈ પરમાર,કાઉન્સિલર ભીખુભાઈ ઢાકેચા, દિલાવરભાઈ જોખીયા, બુથ પ્રમુખ અને ચુવાડીયા કોળીસમાજના યુવા આગેવાન રમેશભાઈ લુદરીયા બુથપ્રમુખ અને યુવા આગેવાન રાજભાઈ પોપટ અને જગદીશ ભાઈ મોકરીયા વિસ્તારના આગેવાનો, બ્રહ્મસમાજના આગેવાન પ્રભાશંકરભાઈ થાનકી ચુવાડીયા કોળી સમાજ આગેવાન ચંદુભાઈ ડાભી,પ્રજાપતિ સમાજ ના આગેવાન અશોકભાઈ વારા, વિનુભાઈ બામણીયા,ચુવાડીયા કોળી સમાજ યુવા આગેવાન ચિરાગભાઈ ડાભી જયભાઈ પરમાર,કરણ ભાઈ પરમાર અને વિસ્તાર ના લોકો ઉપસ્થિત રહ્યા હતા
રિપોર્ટર :-વિરમભાઈ કે. આગઠ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.