આજ રોજ મહિસાગર જિલ્લા માં આરોગ્ય કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/v4km9c0o4vs0cddt/" left="-10"]

આજ રોજ મહિસાગર જિલ્લા માં આરોગ્ય કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું


રાજ્યના પોલીસ વિભાગના તમામ કર્મીઓઓ અને તેમના પરિવારજનોનું સ્વાસ્થ્ય નિરામય રહે તે માટે ગૃહ વિભાગ દ્વારા દરેક જિલ્લાઓમાં આરોગ્ય કેમ્પનું આયોજન કરવાની સૂચના આપવામાં આવી છે તે અંતર્ગત ગોધરા રેન્જ આઇજી ચિરાગ કોરડિયા અને મહીસાગર એસપી રાકેશ બારોટની સૂચનાથી લુણાવાડા જનરલ હોસ્પિટલ ખાતે મહીસાગર જિલ્લા પોલીસ પરિવાર માટે આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. જેમાં પ્રથમ કેમ્પ મહીસાગર જિલ્લા આરોગ્ય વિભાગના સૌજન્યથી ૪૦ વર્ષથી વધુ વયના પોલીસ કર્મી અને તેમના પરિવારજનો માટે યોજાયો જેમાં વિવિધ રોગના તજજ્ઞ તબીબોએ આરોગ્યની તપાસણી કરી જરૂરી આરોગ્યલક્ષી માર્ગદર્શન આપ્યું. બ્લડ પ્રેશર, સુગર વગેરે ટેસ્ટ કરવામાં આવ્યા તેમજ હેલ્થ પ્રોફાઇલ માટેનું આયોજન કરવામાં આવ્યું જેથી આગામી ભવિષ્યમાં સ્વાસ્થ્ય સબંધિત જરૂરી કાળજી સાથે હેલ્થી અને તંદુરસ્ત રહી શકે. આ કેમ્પમાં ડીવાયએસપી જે જી ચાવડાએ ગૃહ વિભાગના પોલીસ પરિવારના સ્વાસ્થ્ય અંગેના ઉમદા ઉદ્દેશ અંગે માહિતી આપી મહત્તમ લાભ લેવા જણાવ્યું હતું. હોસ્પિટલના ડૉ. જે. કે. પટેલે કેમ્પની જરૂરિયાત, સુવિધાઓ બીન ચેપી રોગોની તપાસ અંગે માહિતી આપી. ડેન્ટિસ્ટ ડૉ શ્વેતાબેને દાંત અને મોઢાના રોગો વિષે જણાવી તમાકુ જેવા વ્યસનથી મુક્ત થવા અપીલ કરી હતી. લુણાવાડા પી આઈ ધેનુ ઠાકરે કાર્યક્રમનું સંચાલન કરતાં સમગ્ર પોલીસ પરિવાર વતી આભાર વ્યકત કર્યો હતો. આ કેમ્પનો મોટી સંખ્યામાં પોલીસ કર્મીઓ લાભ લીધો હતો.
ભૌમિક પટેલ મહીસાગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]