સમગ્ર ગુજરાત રાજ્ય ના વાસ્તવિક બૌદ્ધોએ જૂનાગઢ ખાતે આવેલ સમ્રાટ અશોક શિલાલેખ ની મુલાકાત કરી
*સૌને અમારા સાદર નમો બુદ્ધાય... જય મૂળનિવાસી... જય ભારત.જેમકે સર્વે ને વિદિત છે જ તેમજ સહર્ષ સાથે જણાવતા આનંદ થાય છે કે મહા ગુજરાત બૌદ્ધ સંઘ છેલ્લા 7 વર્ષથી બુદ્ધ ધમ્મ ના પ્રચાર પ્રસાર હેતુ અને બોધિસત્વ બાબાસાહેબ ડૉ ભીમરાવ આંબેડકર દ્વારા આપેલ અંતિમ સિદ્ધાંત "ધર્માંતરણ, નામાંતરણ,સ્થળાંતરણ" ને સાકાર કરવા માટે ન કી સમગ્ર ગુજરાત પ્રદેશ માં પરંતુ સમગ્ર ભારતવર્ષ મા જમીની સ્તર પર કાર્ય કરવામાં સક્રિય છે.છેલ્લા 1 મહિના થી અમારા સંપર્ક મા રહેલ તેંમજ સોશિયલ મીડિયા થકી આજની "મહાન સમ્રાટ અશોક જન્મ જયંતી ની ઉજવણી માટે અમોએ આપ તમામ ને માહિતગાર કરેલ.આમ,તારીખ 16 એપ્રિલ 2024 ના રોજ મહાન સમ્રાટ અશોક ની જન્મ જયંતી ના ઉપ્લક્ષ્ય માં સમગ્ર ગુજરાત રાજ્ય ના અલગ અલગ જિલ્લાઓમાંથી આવેલ પોતાને સમ્રાટ અશોક ના વાસ્તવિક વંશજ માનનારા અને સમગ્ર ગુજરાત રાજ્ય ના વાસ્તવિક બૌદ્ધોએ જૂનાગઢ ખાતે આવેલ સમ્રાટ અશોક શિલાલેખ ની મુલાકાત કરી તેમજ સર્વે ને શાંતિ નો સંદેશ આપેલ.જેમાં સૌપ્રથમ "કાળવા ચોક" થી ધમ્મ પદયાત્રા નીકાળવામાં આવી જે સમ્રાટ અશોક ના શિલાલેખ સુધી સંપન્ન કરી.ત્યારબાદ આયુષ્માન સિંહલ બોધિધર્મન જી દ્વારા શિલાલેખ માં બુદ્ધ વંદના નું સંઘાયાન કરવામાં આવ્યું.ત્યારબાદ માનનીય "વિક્રમ બૌદ્ધ(માંગરોળ)" નું વક્તવ્ય સાંભળવાનો અજીબો ગરીબ લહાવો મળ્યો.ત્યારબાદ અંતે ઉપસ્થિત તમામ બૌદ્ધો પોતાની બૌદ્ધ વિરાસત "ખોપરા કોડીયા ની બૌદ્ધ ગુફાઓ" અને "બાબા પ્યારે" ની બૌદ્ધ ગુફાઓની મુલાકાત કરી.આમ,ગુજરાત રાજ્ય ના ઇતિહાસ માં આ એવી પ્રથમ ઘટના હશે કે આટલા સમય બાદ ગુજરાત રાજ્યમાં પ્રથમવાર મહાન સમ્રાટ અશોક ની જન્મ જયંતી ની એક સાચા,નિષ્ઠાવાન અને વાસ્તવિક બૌદ્ધો દ્વારા ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હશે.જેની સમગ્ર બૌદ્ધ અનુયાયીઓએ નોંધ લેવા નમ્ર વિનંતી.*
*આપનો ધમ્મ બંધુ*
*સિંહલ બોધિધર્મન*
*સંસ્થાપક/સંચાલક*
*મહા ગુજરાત બૌદ્ધ સંઘ*
*અમદાવાદ, ગુજરાત પ્રદેશ*
*મો.9624353368*
9662147186
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.