અંજાર તાલુકાની ૧૨ પ્રાથમિક શાળાઓના મધ્યાહન ભોજન કેન્દ્રોના સંચાલકોની જગ્યાઓ માટે અરજીઓ મંગાવાઈ
અંજાર તાલુકાની નાગલપર કન્યા શાળા, મારીંગણા, ખેડોઈ કુમાર, બીટા વલાડીયા (આ), મણીનગર, ખેંગારપર, મોડસર વાડી, અજાપર, ઈન્દ્રપ્રસ્થ, મોડલ સ્કૂલ, ચાદરાણી વાડી, તુણા કાંઠાવાડી પ્રાથમિક શાળાઓમાં સને ૨૦૨૪-૨૫ના શૈક્ષણિક વર્ષ દરમિયાન બંધ રહેલા/ચાર્જમાં આપેલ મધ્યાહન ભોજન કેન્દ્રો માટે સંચાલકોની જગ્યા તદ્દન હંગામી ધોરણે ઉચ્ચક માનદ વેતનથી ભરવાની છે. જે માટેનું નિયત અરજી ફોર્મ મેળવીને સંપૂર્ણ વિગત ભરીને અરજી તા.૨૧/૦૬/૨૦૨૪ના કચેરી સમય સુધીમાં મળે તે રીતે ટપાલથી/રુબરુ મામલતદાર કચેરી અંજાર ખાતે મોકલી આપવાની રહેશે. તા.૨૧/૦૬/૨૦૨૪ બાદ મળેલી અરજી ધ્યાને લેવામા આવશે નહીં. સ્થાનિક વિધવા ત્યક્તા મહિલાઓને પ્રથમ અગ્રતા આપવામાં આવશે. અગાઉ કરેલી અરજી માન્ય રહેશે નહીં. તેઓએ નવેસરથી અરજી કરવાની રહેશે. અગાઉ ગેરરીતી સબબ છૂટા કરેલા સંચાલકોને નિમણૂક માટે લાયક ગણવામાં આવશે નહીં.
ઉમેદવારી માટેની જરુરી લાયકાત શૈક્ષણિક લાયકાત – એસ.એસ.સી પાસ રહેશે. જો એસ.એસ.સી. પાસ ઉમેદવાર નહીં મળે તો તેનાથી નીચે ધોરણ –૭ પાસ સુધીના ઉમેદવારની અરજી ધ્યાને લેવામાં આવશે. તમામ ઉમેદવાર માટે વય ૨૦થી ૬૦ વર્ષની રહેશે. આ અંગે અન્ય શરતો કચેરીમાંથી રૂબરૂ જાણી શકાશે. અરજી સાથે રજૂ કરવાના જરૂરી આધાર પુરાવામાં શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રની ખરી નકલ આપવાની રહેશે. ઉંમર અંગેના આધાર પુરાવા (એલ.સી.) રેશનકાર્ડ, ચૂંટણીકાર્ડની નકલ, જાતિ અંગેનું પ્રમાણપત્ર, સ્થાનિક રહેઠાણ અંગેના તથા અરજી ફોર્મમાં જણાવેલ અન્ય આધાર, એસ.બી.આઇ. બેંક ખાતા નંબર/પાસબૂકની ઝેરોક્ષ નકલ તબીબી પ્રમાણપત્ર પોલીસ સ્ટેશનનું પ્રમાણપત્ર ( ફોજદારી ગુનો નોંધાયેલો ન હોવા અંગેનું) ઉપરોક્ત તમામ આધાર પુરાવાઓની પ્રમાણિત નકલો રજૂ કરવાની રહેશે. અરજદારે અરજી ફોર્મ અધિકારીશ્રીની ખરાઈ કર્યા બાદ જ આવક શાખામાં રજૂ કરવું. ખરાઇ કર્યા વગરનું ફોર્મ માન્ય ગણાશે નહીં તેવું મામલતદાર, અંજાર દ્વારા જણાવાયું છે.
+1917990935384
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.