શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ, મુખ્યમંત્રીશ્રી, ગુજરાત રાજ્ય,સમક્ષ નિકાસ વેપાર પ્રોત્સાહન માટે “ગુજરાત એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સીલ” ની રચના કરવા સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળ દ્વારા રજુઆત
શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ, મુખ્યમંત્રીશ્રી, ગુજરાત રાજ્ય,સમક્ષ નિકાસ વેપાર પ્રોત્સાહન માટે
"ગુજરાત એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સીલ" ની રચના કરવા સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળ દ્વારા રજુઆત
વિદેશી ગ્રાહકોને નિમંત્રિત કરી "એસ.વી.યુ.એમ. આંતરરાષ્ટ્રીય વેપાર મેળા" જેવા પ્રદર્શન દરેક જિલ્લામાં યોજવા જોઈએ
રાજકોટ ગુજરાત સરકાર વધુને વધુ રોકાણ થાય તે માટે તત્પર છે જે ખુબજ આવકાર દાયક છે. રોકાણ ક્યારે થાય? જયારે ઉત્પાદકને પોતે ઉત્પાદન કરશે તે માલ વેચાણ ની તકો દેખાશે ત્યારે. માંગ વધતા જ ઉત્પાદક ઉત્પાદન ક્ષમતા વધારશે અને તે માટે નવું રોકાણ કરશે.
પ્રશ્ન એ છેકે આજની આ વૈશ્વિક સ્પર્ધામાં વેચાણ કેમ વધારવું? માંગ કેમ વધારવી? આના માટે અગત્યનો રસ્તો છે નિકાસ વેપારમાં વૃદ્ધિ થાય તેવા પ્રયત્નો કરવા. ચાઈના ની સરકાર વિશ્વના દરેક દેશોની પ્રજાની જરૂરિયાતો સમજી અને તેને જે જરૂરિયાત છે તે ઉત્પાદનો બનાવીને નિકાશ વેપારને આગળ વધારે છે.
શું ગુજરાત સરકાર આવું ના વિચારી શકે? ગુજરાત સરકાર દ્વારા નિકાસ વેપાર પ્રોત્સાહન માટે " ગુજરાત એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સીલ " ની રચના કરવી જોઈએ અને આ કાઉન્સિલ નું એક માત્ર કાર્ય વિવિધ દેશોમાં પ્રજાની જરૂરિયાતોનો અભ્યાસ અને તે મુજબના ઉત્પાદનો બનાવવા ઉત્પાદકોને પ્રોત્સાહન આપવું. તદુપરાંત નિકાસ વૃદ્ધિ માટે જે પ્રકારે એસ.વી.યુ.એમ. આંતરરાષ્ટ્રીય વેપાર મેળાનું આયોજન કરવામાં આવે છે તેજ પ્રકારે વિદેશી ગ્રાહકોને નિમંત્રિત કરીને ગુજરાત ના તમામ જિલ્લા મથકોએ આંતરરાષ્ટ્રીય વેપાર મેળાનું આયોજન કરવામાં આવે તે માટે સ્થાનિક સંગઠનોને પ્રોત્સાહન અને આર્થિક સહાય આપવી જોઈએ.
રાજકોટ માં અમે છેલ્લા 10 વર્ષથી જે આયોજન કરી રહ્યા છીએ તે દ્વારા નાના માં નાના MSME એકમો કે જે લાખો રૂપિયા ખર્ચ કરીને વિદેશ નથી જઈ સકતા તેઓને ઘર આંગણે નિકાસ વેપાર વધારવાની તક મળે છે. વિદેશી ગ્રાહકો જે એક અઠવાડિયા માટે આવે છે તે કૈક ને કૈક બિઝનેસ કરીને જાય છે તે અમારો અનુભવ છે.
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.