થાંભલાઓ-ફૂટપાથ પરથી 13000 ઝંડી બેનર ઉતાર્યા

થાંભલાઓ-ફૂટપાથ પરથી 13000 ઝંડી બેનર ઉતાર્યા


શહેર અને જિલ્લામાં આચારસંહિતાના પગલે 23810 સામગ્રી દૂર કરાયાનો દાવો

રાજકોટ શહેરમાં અલગ અલગ સ્થળો, જાહેર મિલકતો, થાંભલાઓ અને ફૂટપાથ પરથી મંજૂરી વગર લગાવાયેલા 13000થી વધુ ઝંડી, બેનર અને પોસ્ટર ઉતારાયા છે જ્યારે સમગ્ર જિલ્લાનો આંક 23810 થયો છે. તંત્રના જણાવ્યા અનુસાર જિલ્લામાં જાહેર મિલકતો પરથી 21741 જ્યારે ખાનગી મિલકતો પરથી 2000થી વધુ પોસ્ટર, બેનર, દીવાલ પરના લખાણ દૂર કરાયા છે. સૌથી વધુ કાર્યવાહી રાજકોટ દક્ષિણ બેઠકમાં થઇ છે જ્યાંથી 5299 પ્રચારાત્મક સામગ્રી દૂર કરાઈ છે ત્યારબાદ રાજકોટ પશ્ચિમ અને જેતપુર બેઠક છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »