ઉપલેટાની નામદાર કોર્ટ દ્વારા ઉપલેટા નગરપાલિકાની ટેકનિકલ ખામીથી થયેલ ભૂલ અને વસૂલાત સામે ચુકાદો આપી નાગરિકોનો ન્યાય મંદિરમાં વિશ્વાસ વધાર્યો - At This Time

ઉપલેટાની નામદાર કોર્ટ દ્વારા ઉપલેટા નગરપાલિકાની ટેકનિકલ ખામીથી થયેલ ભૂલ અને વસૂલાત સામે ચુકાદો આપી નાગરિકોનો ન્યાય મંદિરમાં વિશ્વાસ વધાર્યો


ઉપલેટા નગરપાલિકા દ્વારા વસૂલ કરવામાં આવેલ રકમ અને દાવો કરનારની ખર્ચની રકમ ચૂકવવા હુકમ કરાયો

(આશિષ લાલકિયા દ્વારા)
ઉપલેટા તા. ૧૩ જાન્યુઆરી ૨૦૨૫, ઉપલેટા નામદાર કોર્ટમાં ઉપલેટા શહેરમાં તાલુકા શાળા ક્રિકેટ ગ્રાઉન્ડ સામે આવેલ સુપ્રીમ ફર્નિચર નામના વેપારી પેઢી દ્વારા ઉપલેટા નગરપાલિકા અને તેના ટેક્સ વિભાગ સામે કરેલ હાઉસ ટેક્સ વગેરેની માંગણી વસુલાત જે રીતે આકરણી કરેલ છે તેમાં કોમ્પ્યુટર આધારિત એટલે કે ટેકનિકલ ભૂલના કારણે વર્ષ ૨૦૧૪-૧૫ થી બાકી રહેતા વેરાની તફાવતની રકમો તેમજ તેમની ઉપર મોટી રકમની પેનલ્ટી, વ્યાજ, નોટિસ ફી વગેરે સાથે ઉઘરાવેલ છે જે બાબત ગેરકાયદેસર હોવાનું અને વસૂલી ન શકાય તેવી રકમ છે તે માટે આ રકમ રદ થવાને પાત્ર છે તેઓ દાદો લાવી અને દાદ માંગેલ હતી જેમાં આ કેસ રેગ્યુલર સિવિલ સ્યુટ નંબર ૦૯/૨૦૨૨ થી ઉપલેટાના નામદાર મહેરબાન પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ એ.એ. દવેની કોર્ટમાં ચાલી જતાં ઉપલેટામાં ઐતિહાસિક કહી શકાય તેવો ચુકાદો આપી અને હુકમ ફરમાવેલ છે જેમાં ઉપલેટા નગરપાલિકાને આજદિન સુધીની તફાવતની રકમ, પેનલ્ટી, વ્યાજ વગેરે વસૂલી લીધેલ છે તે પરત આપવાનો અને ફરિયાદીને થયેલ નુકસાન બાબતે વળતર પેટે ₹૫,૦૦૦/- ચૂકવવા હુકમ ફરમાવેલ છે.

ઉપલેટા નામદાર કોર્ટ દ્વારા કોર્ટમાં દાવો કરનાર વ્યક્તિનો દાવો મંજૂર કરવામાં આવ્યો છે અને દાવો કરનાર લખમણભાઈ કાનજીભાઈ પાનેરા અને સુપ્રીમ ફર્નિચર વાળાની ઉપલેટા નગરપાલિકાના ચીફ ઓફિસર અને ઉપલેટા નગરપાલિકા ટેક્સ વિભાગના સુપ્રિટેન્ડેન્ટ સામે થયેલી દાવા અરજીને મંજૂર કરી છે જેમાં ફરમાવવામાં આવેલ આખરી હુકમની અંદર ઉપલેટા નગરપાલિકાએ વસૂલી કરેલ પેનલ્ટી, નોટીસ ફી, વ્યાજ તથા આઝાદીકા અમૃત મહોત્સવ યોજના હેઠળ મળવાપાત્ર માફીની રકમ કોમ્પ્યુટર આધારિત એરરના કારણે થયેલી નુકસાની ની રકમ ₹૧૯,૧૨૦/- અને અન્ય કોઈ વર્ષ ૨૦૧૪-૧૫ થી કોમ્પ્યુટર આધારિત એરરની ભૂલના કારણે દાવો કરનાર પાસેથી કોઈ વ્યાજ, પેનલ્ટી, દંડ, નોટિસ હોય તો તેની ઉપલેટા નગરપાલિકા ટેક્સ વિભાગ તથા ચીફ ઓફિસર દ્વારા ગણતરી કરી આઝાદી કા અમૃત મહોત્સવ યોજના હેઠળ વસુલ કરેલ રકમ વાદીને હુકમથી સરકારના નિયમ મુજબ પરત ચૂકવી આપવા અને આગામી વર્ષની ટેક્સની વસુલાતમાં મજરે આપવા માટેનો હુકમ ફરમા આવેલ છે.

આ સાથે જ ઉપલેટા નગરપાલિકાએ મિલકતની કોમ્પ્યુટર જનરેટેડ એન્ટ્રી બાબતે વિગતવાર કયા વર્ષમાં કેટલી રકમ બાકી હતી અને તેના પર કેટલી પેનલ્ટી, કેટલું, વ્યાજ અને કેટલું નોટિસ ફી વસૂલેલ છે તે તમામ વિગતો દાવો કરનારને લેખિતમાં જાણ કરી તેમને હિસાબ સમજાવી તે રકમો આગામી ટેક્સની વસૂલવાની થતી રકમોમાંથી મજરે કરવાનો પણ હુકમ ફરમાવેલ છે.

આ કેસની અંદર ઉપલેટા નગરપાલિકાની ભૂલના કારણે દાવો કરનાર વ્યક્તિને થયેલ નુકસાની બાબતે વળતર પેટે દાવો કરવા માટેના થયેલ ખર્ચ પેટે ઉપલેટા નગરપાલિકાને ₹૫,૦૦૦/- અલગથી ચૂકવવા અથવા આગામી ટેક્સની રકમ માંથી મજરે આપવા માટેનો હુકમ ફરમાવેલ છે તેથી આ હુકમ ફરમાવતા ટેકનિકલ ખામીના કારણે ઉપલેટા નગરપાલિકા દ્વારા વસૂલ કરવામાં આવેલ રકમ અને દાવો કરનાર વ્યક્તિને થયેલ નુકસાનીના વળતર પેટે રકમ ચૂકવવાનો હુકમ ફરમાવે છે ત્યારે આ કેસમાં દાવો કરનાર લખમણભાઇ કાનજીભાઈ પાનેરા અને સુપ્રીમ ફર્નિચર ઉપલેટા વતી એડવોકેટ એચ.જે. સંઘાણી રોકાયેલ હતા જ્યારે ઉપલેટા નગરપાલિકાના ચીફ ઓફિસર અને ઉપલેટા નગરપાલિકાના ટેક્સ વિભાગના ટેક્સ સુપ્રિટેન્ડેન્ટ વતી એડવોકેટ એન.ડી. મૂંગલપરા રોકાયેલ હતા ત્યારે આ કેસમાં આવેલા ચુકાદાને લઈને ન્યાય મંદિર ઉપર અરજદારો, ફરિયાદીઓ અને દાવો કરનારા નાગરિકોનો વિશ્વાસ અને ભરોસો વધુ મજબૂત બન્યો હોવાનું પણ સામે આવ્યું છે.

તસ્વિર/અહેવાલ:- આશિષ લાલકિયા, ઉપલેટા (રાજકોટ)
મો. 9016201128


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image