હોળી પર્વને લઈને દેશી ઢોલનુ ધુમ વેચાણ - At This Time

હોળી પર્વને લઈને દેશી ઢોલનુ ધુમ વેચાણ


હોળીનો પર્વ આખા ગુજરાત રાજ્યમાં ધામધૂમથી ઉજવાય છે, પરંતુ ખાસ કરીને આદિવાસી સમાજના લોકોની વસતી ધરાવતા જિલ્લામાઓમાં તેનું મહત્ત્વ વધારે રહેલું છે. જેમાં મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં હોળી દરમિયાન ઢોલ નગારાના તાલે અલગ અલગ લોક નૃત્યો કરીને હોળી મનાવાય છે. ત્યારે મહીસાગર જિલ્લામાં પ્રાચીન કાળથી હોળી પર ખાસ પ્રકારના દેશી ઢોલના તાલ સાથે હોળી પર્વની ઉજવણી કરવામાં આવે છે. જેમાં ગ્રામ્ય વિસ્તારોમાં અલગ અલગ પ્રાચીન લોક નૃત્યો કરીને હોળી પર્વ મનાવાય છે. જેમાં ઉપયોગમાં આવતા દેશી ઢોલનું હાલ લુણાવાડા ખાતે ધૂમ વેચાણ થઈ રહ્યું છે.

ઢોલ નગારાની દુકાનો પર હોળીના દેશી ઢોલ ખરીદવા લોકો જિલ્લાના અલગ વિસ્તારોમાંથી તેમજ અન્ય જિલ્લા અને દૂર દૂરથી લોકો ખરીદી માટે આવે છે. આ દેશી ઢોલની કિંમત તેની સાઈઝ પ્રમાણે હોય છે. જેટલો મોટો ઢોલ તે પ્રમાણે તેની કિંમત હોય છે. જેમાં 1000થી લઈ 3500 સુધીની કિંમત હોય છે.

રીપોટર.ભીખાભાઈ ખાંટ
મહીસાગર
9925468227


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon