ભાભર વિસ્તારમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં પ્રથમ હપ્તો લઇ કામ શરૂ ન કરતા પાલીકા દ્વારા નોટિસો અપાઇ.. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/uwunzpusdqccy85e/" left="-10"]

ભાભર વિસ્તારમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં પ્રથમ હપ્તો લઇ કામ શરૂ ન કરતા પાલીકા દ્વારા નોટિસો અપાઇ..


ભાભર નગરપાલિકા પાલીક વિસ્તારમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામા ૯૭૩ આવસો મંજુર થયેલ જેમાં ૮૭૬ જેટલા લાભાર્થીઓએ પ્રથમ હપ્તો મળતા આવાસનુ કામ શરૂ કરેલ પરંતુ ૭૫ જેટલા લાભાર્થીઓએ આજદિન સુધી કામ શરૂ ન કરેલ તમામ લાભાર્થીઓને નગરપાલિકા દ્વારા નોટીસ આપતા 9 લાભાર્થીઓએ પ્રધાનમંત્રી આવાસ ની કામગીરી શરૂ કરવામાં આવી જ્યારે 66 લાભાર્થીઓ ને પ્રથમ ૩૦ હજાર નો હપ્તો મંજુર થયેલ છે પ્રથમ હપ્તો આવાસ ની કામગીરી માટે ચુકવી દેવામાં આવ્યો છતાં કામ શરૂ ન કરતા 66 લાભાથીઓ એ હપ્તો પણ પરત ન કરતા ભાભર નગરપાલિકા દ્વારા ૧ થી ૬ વોર્ડના લાભાર્થીઓ ને નોટીસો આપતા હડકંપ મચી જવા પામ્યો નગરપાલિકા ની કડકાઈ થી વસુલાત કરતા 32 લાભાર્થીઓએ 30 હજાર નો પ્રથમ હપ્તો પરત કરવામાં આવ્યો જ્યારે 34 લાભાર્થીઓ પાસેથી હપ્તો રીકવર કરવાનો બાકી છે ભાભર નગરપાલિકા વિસ્તારમાં હાલમાં કામ શરૂ કરેલા આવાસોની ટકાવારી ૯૧.૭૩ ટકા છે ડીપીઆર મંજુર કરવા માટે ૯૫ ટકા આવાસો કામ ચાલુ હોવા જોઈએ જે મુજબ હજુ ૪૯ આવાસોના કામ ચાલુ કરવાના બાકી હોઇ લાભાર્થીઓ સહિત પાલીકા તંત્ર અવઢવમાં મુકાયા છે સત્વરે બાકી આવાસોના કામ શરૂ કરવામાં આવે તેમજ જે લાભાર્થીઓ એ કામ પૂર્ણ કર્યા છે તેમને હપ્તા ચુકવવાની માંગ ઉઠવા પામી છે...


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]