“સામાજિક અધિકાર દિન” ડો બાબા સાહેબ આંબેડકર ના નિર્ભય નેતૃત્વે ૧૯૨૭ મહારાષ્ટ્ર ના મહાડ થી ઔડાર તળાવ ખાતે ઉપાડેલ સામાજિક અધિકાર ની લડત “સામાજિક સમાનતા એ સખાવત નથી”
"સામાજિક અધિકાર દિન"
ડો બાબા સાહેબ આંબેડકર ના નિર્ભય નેતૃત્વે ૧૯૨૭ મહારાષ્ટ્ર ના મહાડ થી ઔડાર તળાવ ખાતે ઉપાડેલ સામાજિક અધિકાર ની લડત
"સામાજિક સમાનતા એ સખાવત નથી"
સામાજિક અધિકાર સ્મૃતિ દિન બધા માણસો એક જ માટીના બનેલા છે અને તેઓને એ અધિકાર છે કે તેઓ તેમની સાથેના સારા વ્યવહારની માગણી કરે બાબાસાહેબ ડૉ. ભીમરાવ આંબેડકર પરંપરાગત હિન્દુ ધર્મમાં અસ્પૃશ્યતાના પ્રાચીન રિવાજની અમાનવતા સામે સમયે સમયે બળવા થતા રહ્યા છે. અઢી હજાર વર્ષ અગાઉ બુદ્ધે આવા વ્યવહારને પડકારી હિન્દુ ધર્મનો પાયો હચમચાવ્યો હતો. પછી રામાનુજાચાર્ય, કબીર, ચૈતન્ય મહાપ્રભુ, એકનાથ, તુકારામે પણ એમ જ કર્યું હતું. આધુનિક યુગમાં રાજા રામમોહનરાય, રાનડે અને મહાત્મા ફુલેએ પણ અસ્પૃશ્યતાની નિંદા કરી હતી. ગાંધીજીએ પણ પોતાની લાંબી જાહેર કારકિર્દી દરમિયાન હરિજનોના ઉત્થાન અને પ્રગતિ માટે જબરજસ્ત પ્રયત્નો કર્યા. પરંતુ એમ કહેવું સાચું થઈ પડશે કે હરિજનોમાંથી ઊભા થયેલા ઉચ્ચ અને નિર્ભય નેતૃત્વે અંતે હરિજન સમુદાયની બેડીઓ તોડી. ડૉ. બાબાસાહેબ આંબેડકરને આ બાબત અને કરુણાની ભૂમિકાએથી જ હરિજનોનું ઉત્થાન થાય તેમાં એક સામાજિક સુધારક તરીકે સંતોષ નહોતો. તેઓ ભારપૂર્વક કહેતા કે, “સામાજિક સમાનતા એ કોઈની સખાવતની બાબત નથી. ભયાનક રોગ માટે ધરખમ ઉપાયોની જરૂર હોય છે. ધર્મ મનુષ્ય માટે છે કે મનુષ્ય ધર્મ માટે છે એ જ ખરો પ્રશ્ન છે.
આથી જ આંબેડકરે પોતાના સમુદાય માટે જે વાવાઝોડાની ગતિથી શરૂઆત કરી તેમાં ૧૯૨૭ માં મહારાષ્ટ્રના કોબાબા જિલ્લાના મહાડ નામના નાના નગરમાં જે પહેલી લડત ચાલી તેનો સમાવેશ થાય છે. પોતાના હજાર અનુયાયીઓ સાથે ડૉ. આંબેડકરે ગામના તળાવમાંથી હરિજનોનો પાણી મેળવવાનો અધિકાર સ્થાપિત કર્યો કે જેમાંથી માત્ર સવર્ણો જ પાણી મેળવી શકતા હતા મહાડ સત્યાગ્રહે અસ્પૃશ્યતા નિવારણના ઇતિહાસમાં એક નવા પ્રકરણનો આરંભ કર્યો અને અનુયાયી ઓને જાતે જ પોતાનું ઉત્થાન કરવા પ્રેર્યો. તેમણે તેમનામાં એક નવી સમાનતા આણી અને આંબેડકરના નિર્વિવાદ નેતૃત્વને પ્રસ્થાપિત કરી દીધું. આથી જ મહાડના ઔડાર તળાવ પ્રતિબંધ મુક્તિનો દિવસ ૨૦ માર્ચ (૧૯૨૭) દર વર્ષે સામાજિક અધિકાર સ્મૃતિ દિન તરીકે ઊજવાય છે સામાજિક અધિકાર દિન ની ઉજવણી તો કરાય છે પણ વાસ્તવિક સ્થિત ઘણી વિપરીત છે અનેક જગ્યા હજી પણ જાહેર જીવન માંથી અસ્પૃશ્યતા મહદ અંશે ઓછી થઈ પણ વ્યક્તિગત ધોરણે ઘર કરી ગઈ છે સામુહિક વિકાસ ત્યારે જ શક્ય બને જગ્યા માનવ કેન્દ્રીય વિચારધારા નું આચરણ કરીશુ સંવિધાન નું આચરણ જ સૌથી મોટી દેશ ભક્તિ રાષ્ટ્ર પ્રેમ છે
નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે
