ગીર સોમનાથઃ દિવ્યાંગ મતદારો માટે પોલિંગ સ્ટાફને આપવામાં આવી તાલિમ* - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/uwdiwzvcyerd6wqk/" left="-10"]

ગીર સોમનાથઃ દિવ્યાંગ મતદારો માટે પોલિંગ સ્ટાફને આપવામાં આવી તાલિમ* ———-


*ગીર સોમનાથઃ દિવ્યાંગ મતદારો માટે પોલિંગ સ્ટાફને આપવામાં આવી તાલિમ*
----------
*દિવ્યાંગ મતદારોને મતદાન સમયે જરૂરી એવી તમામ સુવિધાઓ મળી રહે તે અંગે તાલિમ*
--------
*ગીર સોમનાથ, તા.૨૪:* ગીર સોમનાથમાં તા.૦૧/૧૨/૨૦૨૨ના રોજ વિધાનસભા ચૂંટણીનું મતદાન થનાર છે. જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા વિધાનસભા ચૂંટણી પ્રક્રિયામાં દિવ્યાંગ મતદારોની ભાગીદારી વધે તથા ચૂંટણી પ્રક્રિયા દરમિયાન તેમને આવશ્યક એવી તમામ સુવિધાઓ મળી રહે અને દિવ્યાંગ મતદારો સાથે વાણી વ્યવહાર બાબતે જાણકારી મળે તેવા હેતુથી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી આર.જી.ગોહીલના માર્ગદર્શન હેઠળ ચૂંટણી પ્રક્રિયા સાથે સંકળાયેલા પોલિંગ સ્ટાફને જિલ્લાના તમામ વિધાનસભા મતવિસ્તારમાં તાલીમ આપવામાં આવી હતી.
વધુમાં દિવ્યાંગ મતદારોને મતદાનના દિવસે વિવિધ સુવિધાઓ પ્રાપ્ત થાય તે માટે PwD એપ ઉપરાંત જિલ્લા કંટ્રોલ રૂમ નંબર ૧૮૦૦-૨૩૩-૩૬૨૭ જાહેર કરેલ છે. જેના પર મતદાર કોલ કરી અને વ્હીલચેર તેમજ અન્ય સુવિધાઓની માહિતી મેળવી શકે છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]