રખિયાલ બજાર થી રેલ્વે સ્ટેશન રોડ પર દારુની રેલમસેલ. દેશી દારૂની થેલીઓથી તરબોળ
ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે તેવા સરકાર ના વચનો ખોટા પડી રહ્યા છે કારણ કે ગુજરાત ના પાટનગર ગાંધીનગરના દહેગામ તાલુકાના રખિયાલ બજારમાં પોલીસ ચોકીથી માત્ર 500 મીટર દૂર રેલ્વે સ્ટેશન રોડ પર દારૂની ખાલી થેલીઓથી પડેલો ઢગલો રખિયાલ પોલીસ ની કામગીરી પર સવાલ ઉઠાવી રહ્યા છે હવે જનતાનો પ્રશ્ન એ છે કે સુ આ રખિયાલ બજારમાં આ દેશી દારૂનું વેચાણ શું રખિયાલ પોલીસની રહેમનજર હેઠળ થઇ રહ્યું છે કે શું? કારણ કે આ દેશી દારૂની થેલીઓથી રેલ્વે સ્ટેશન રોડની બંને બાજુ આશરે 5000 જેટલી ખાલી થેલીઓ મળી છે એનો અર્થ એ થાય છે કે રખિયાલ બજાર તેમજ આજુબાજુમાં ગામોમાં દેશી દારૂનું ધૂમ વેચાણ થઇ રહ્યું છે જેણે રોકવા પોલીસ કોઈ કાર્યવાહી કરી રહી નથી. ગૃહ પ્રધાન હર્ષ સંઘવી આ મુદ્દે શું કાર્યવાહી કરશે તે નક્કી જોવાનું રહ્યું.
6352006405
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.