સાયલા ની શ્રી નાનચંદ્રજી મહારાજ સાહેબ પે સેન્ટર સ્કૂલ નંબર-૩માં શહીદદિનની ઉજવણી કરવામાં આવી.
સાયલા ની શ્રી નાનચંદ્રજી મહારાજ સાહેબ પે સેન્ટર સ્કૂલ નંબર-૩માં શહીદ દિન નિમિત્તે ક્રાંતિવિરોની નૃત્યનાટિકા અને એક પાત્રીય અભિનય અને વેશભૂષા દીકરીઓએ રજૂ કર્યા હતા.દીકરીઓએ વિવિધ ક્રાંતિવીરોના જીવન ચરિત્રના વક્તવ્યો રજૂ કર્યા હતા.શહીદોને યાદ કરીને સૂત્રોચાર સાથે સમગ્ર માહોલ દેશભક્તિમય બન્યો હતો.શહીદ દિન સાથે હોળી અને ધુળેટીના ઉત્સવની સમજ આપતા વિવિધ વક્તવ્યો દિકરીઓએ રજૂ કર્યા હતા.*
*શહીદ દિન નિમિત્તે વિવિધ રમતોનુ આયોજન કરવામાં આવ્યું હતું.બાલવાટિકાથી ધો.૮ સુધીની તમામ દીકરીઓએ વિવિધ રમતોમાં ભાગ લઈને રમતનો આનંદ લીધો હતો.તેમા લંગડી,ગ્લાસ જીત સ્પર્ધા,સંગીત ખુરશી,ગાળીયા પસાર,લોટ ફૂંકણી,લીંબુ ચમચી જેવી રમતો રમાડવામાં આવી હતી.*
*કાર્યક્રમને અંતે તમામ દીકરીઓને સ્કૂલ સ્ટાફ તરફથી ખજૂર,ધાણી અને દાળિયાનું ભરપેટ તિથી ભોજન આપ્યું હતું.*
*સમગ્ર કાર્યક્રમના કો ઓર્ડિનેટર તરીકે સ્કુલના શિક્ષક ગોવિંદભાઈ મોઢેરાએ કામગીરી અને ઉત્તમ આયોજન કર્યું હતું.સ્કૂલના સમગ્ર સ્ટાફ મિત્રોએ ઉત્સાહ સાથે તમામ દીકરીઓમાં રહેલ આંતરિક શક્તિને બહાર લાવવાનો ઉમદા પ્રયત્નો અને ઉત્સાહ પૂરો પાડ્યો હતો.*
સમગ્ર કાર્યક્રમમાં ઉત્સાહથી ભાગ લેનાર તમામ દીકરીઓને શાળાના સ્ટાફ વતી ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા હતા.
રિપોર્ટર : રણજીતભાઈ ખાચર
સાયલા, જી, સુરેન્દ્રનગર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.