લીલીયા મોટા ખાતે ફિલીપીન્સ માં M.B.B.S નો અભ્યાસ કરતી ઠાકોર સમાજની દીકરીનું સન્માન કરાયું
લીલીયા મોટા સર્કિટ હાઉસ ખાતે ઠાકોર સમાજનું અનમોલ રતન અને ગલસાણીયા પરિવાર નું ગૌરવ સમા દિકરી ક્રિષ્ના.રાજુજી ગલસાણીયા નું લીલીયા મોટા સર્કિટ હાઉસ ખાતે જિલ્લા ઠાકોર સેનાના પ્રમુખ મથુરજી ઠાકોર ના અધ્યક્ષ સ્થાને ક્રિષ્નાબેન ને શીલ્ડ આપી સન્માનિત કરવામાં આવેલ સાથે સાથે લીલીયા સર્કિટ હાઉસ ખાતે જિલ્લા ઠાકોર સેનાની કારોબારી બેઠક ઠાકોર સેનાના પ્રમુખ મથુરજી ઠાકોરના અધ્યક્ષ સ્થાને મળી જે બેઠકમાં સાવરકુંડલા, લાઠી,દામનગર,ધારી,અમરેલી, લીલીયા સહિતની ઠાકોર સેનાની ટીમ કારોબારી બેઠક માં ઉપસ્થિત રહેલ બેઠકમાં શિક્ષણ નો વ્યાપ વધે,રાજકીય ક્ષેત્રે સમાજ આગળ આવે અને સમાજ શિક્ષણ તરફ આગળ વધે તેમ જ સમાજ કુરિવાજોથી દૂર રહે અને આ તકે ખાસ સૂચન કરવામાં આવેલ કે સમાજ માં વ્યસન મુક્તિ જેવા અભ્યાનો ચલાવી અને સમાજ માં વધુમાં વધુ વડીલો/યુવાનો વ્યસન મુક્ત થાય જેવી બાબતને લઈને કારોબારી બેઠકમાં ગંભીર ચર્ચા કરવામાં આવી તેમ ઈમરાન પઠાણ ની અખબારી યાદી માં જણાવેલ
રિપોર્ટર
ઈમરાન.એ.પઠાણ
લીલીયા મોટા
આ પ્રકારના તમામ સમાચાર માટેે
