ગુરુ પૂર્ણિમાના ના પાવન અવસર પર થાન અક્કલ સાહેબ ની જગ્યા માં ગુરુ પૂર્ણિમા ઉત્સવ નું આયોજન રાખેલ છે - At This Time

ગુરુ પૂર્ણિમાના ના પાવન અવસર પર થાન અક્કલ સાહેબ ની જગ્યા માં ગુરુ પૂર્ણિમા ઉત્સવ નું આયોજન રાખેલ છે


તા:-૧૪/૦૭/૨૦૨૪
અમદાવાદ

ગુરુ પૂર્ણિમાના પાવન અવસર પર થાનગઢ માં આવેલ અક્કલ સાહેબ ની જગ્યા માં ગુરુ વંદના કાર્યક્રમ નું આયોજન રાખેલ છે

વ્હાલા વડીલો તથા સ્વજનો તથા શિષ્ય ગણો ભક્તજનો ને જય અકકલસાહેબ જય રવિભાણ *સંસ્કૃતિ* ના વિચારો જે *ગાદી* પરથી વહેતા થાય તે ગાદી ને આજે પણ *ગુરુગાદી* કહેવાય છે આ ગાદી પર આરુઢ થઈને જે નિસ્વાર્થ ભાવે પોતાની ઉપાસના અથવા ભક્તિ સમજી ને સ્વ કર્તવ્ય રૂપે સંસ્કૃતિના પ્રચારનું જીવનવ્રત લે તે *ગુરુગાદી* થાનગઢ ની ગાદી પર બિરાજમાન *સંત શ્રી અક્કલ સાહેબ* શબ્દ બ્રહ્મના સાચા ઉપાસક હતા તેમની વાણી ભક્તિ વિલાસ તરીકે નહીં પરંતુ ઇશ ભક્તિ રૂપે વહેતી હતી તેમની વાણી સરળ સ્પષ્ટ ઊંડી અને ગુરુભાવ સાથે સમાજ ની ઉન્નતી ની સાધક હતી *સંત શ્રી અક્કલ સાહેબ* દ્વારા સ્થાપિત સંવર્ધિત થાનગઢ ની આ *ગુરુગાદી* આશરે 300 વર્ષથી કંઈક કેટલાક માણસોની આંગળી પકડીને ભવપાર કરવાનું કામ કરી રહેલ છે અભ્યાગતોનો આશરો ભૂખ્યાને ભોજન અન્નક્ષેત્ર સદાવ્રત ચલાવી રહી છે *ગુરુ* એટલે જીવનનો ભોમયો ગુરુપૂર્ણિમા એટલે ગુરુ પ્રત્યેનો કૃતજ્ઞના પ્રગટ કરવાનો દિવસ ગુરુ પૂજન એટલે સનાતન ધર્મનું દિશા સૂચક અને ભારતીય સંસ્કૃતિનું સુમધુર તેમજ અંધકારથી અજવાળા તરફ લઈ જતું પાત્ર તો આવો પધારો અને ગુરુ પુનમનો અનેરો લ્હાવો લઈ જીવનને ધન્ય બનાવો તારીખ:-૨૧/૦૭/૨૦૨૪ ને રવિવારે ગુરુપૂર્ણિમા ના પાવન દિવસે ભજન ભોજન અને ગુરુપૂજન કરી ગુરુ નું ઋણ અદા કરીએ સમય સવારે ૮ કલાકથી ગુરૂ પૂજન બપોરે ૧૨:૦૦.કલાકે ભોજન અને ભજન લી.અનંત વિભુષિત શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર કૃષ્ણનંદ સાહેબ ગુરુ શ્રી હરિપ્રસાદજી બાપુ સ્થળ:-સંત શ્રી અકલ સાહેબની જગ્યા થાનગઢ મોબાઈલ નંબર ૬૩૫૨૩૭૪૭૫૭ વરસાદી વાતાવરણ ને ધ્યાનમાં રાખીને રાત્રિના કાર્યક્રમ રાખેલ નથી

રિપોર્ટ:-ધામેલ દીપકકુમાર જી
અમદાવાદ


9033343315
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.