મહિસાગર : કડાણા તાલુકાની માલવણ પગાર કેન્દ્રની વડાઝાંપા પ્રાથમિક શાળામાં શાળા સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી. - At This Time

મહિસાગર : કડાણા તાલુકાની માલવણ પગાર કેન્દ્રની વડાઝાંપા પ્રાથમિક શાળામાં શાળા સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી.


મહિસાગર જિલ્લાના કડાણા તાલુકાની માલવણ પગાર કેન્દ્રની વડાઝાંપા પ્રાથમિક શાળામાં શાળા સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી.

માલવણ પગાર કેન્દ્રમાં આવેલી વડાઝાંપા પ્રાથમિક શાળામાં શાળા સ્થાપના દિવસની ઉજવણી ખૂબ ધામધૂમ થી કરવામાં આવી હતી વડા ઝાંપા પ્રાથમિક શાળા ની સ્થાપના તારીખ - ૦૧/૦૧/૧૯૯૪ ના દિવસે થઈ હતી શાળાના આચાર્યશ્રી વસંતભાઈ વાળંદ દ્વારા શાળામાં અભ્યાસ કરી ચૂકેલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને જૂની યાદો તાજી કરવા તથા શાળાનું ઋણ ચૂકવવાનો અનેરો અવસર સાંપડ્યો.

સમગ્ર કાર્યક્રમમાં તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી મનુભાઈ પટેલ, શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, વડીલો તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
આમ ખૂબ હર્ષોલ્લાસ સાથે શાળા નાં સ્થાપના દિવસ ની ઉજવણી કરવામાં આવી.

રિપોર્ટર અરવિંદભાઈ ખાંટ
મહિસાગર, કડાણા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.