દાહોદ જિલ્લાની જીવાદોરી સમાન ગરબાડા પાટાડુંગરી જળાશય ડેમ તેની પૂર્ણ સપાટીથી ઓવર ફ્લો થયો. - At This Time

દાહોદ જિલ્લાની જીવાદોરી સમાન ગરબાડા પાટાડુંગરી જળાશય ડેમ તેની પૂર્ણ સપાટીથી ઓવર ફ્લો થયો.


ડેમ ઓવર ફલો થતાં નીચવાસમાં આવતા આઠ જેટલા ગામોને એલર્ટ કરાયા.

દાહોદ જિલ્લામાં છેલ્લા ત્રણ ચાર દિવસથી અનરાધાર વરસી રહેલા વરસાદને પગલે જિલ્લાના અનેક જળાશયો તેમજ નદીઓમાં પાણીની આવક થઇ રહી છે ત્યારે ગરબાડા તાલુકાના પાટાડુંગરી જળાશય ડેમ તેની સંપૂર્ણ સપાટી ૧૭૦.૮૪ મીટર થી ઓવર ફલો થયો છે જેથી ડેમ એલર્ટ ઉપર છે. હાલ સતત વરસી રહેલ વરસાદના પગલે ડેમ ઓવર ફલો થઈ જવા પામ્યો છે જેથી નીચવાસના ૮ જેટલા અસરગ્રસ્ત ગામો ને એલર્ટ કરાયા છે અને આ ગામોના તલાટી કમમંત્રીઓ,સરપંચોને તકેદારી રાખવા માટે ગરબાડા વહીવટી તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે. ત્યારે પાટા ડુંગરી ડેમઓવર ફલો થતાં કેટલાક લોકો જીવના જોખમે માછી મારી કરતા નજરે પડી રહ્યા છે


9979516832
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.