ઉ.પ્ર., બિહારમાં ટૂંક સમયમાં વરસાદ આગ ઝરતી ગરમીમાંથી હવે રાહત થશે
- કેટલાક રાજ્યોમાં મૂશળધાર વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત છે ત્યારે બિહાર, ઉ.પ્ર.માં દુકાળના ઓળા ઉતરી રહ્યા હતાનવી દિલ્હી : દેશના કેટલાય રાજ્યોમાં મૂશળધાર વરસાદને લીધે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે ત્યારે ઉ.પ્ર. અને બિહારમાં દુષ્કાળના ઓળા ઉતરી રહ્યા હતા. જોકે, આજે (તા. ૧૬મી જુલાઈએ) હવામાન વિભાગે આપેલું પૂર્વાનુમાન રાહત આપનારું છે. તેના જણાવ્યા પ્રમાણે ઉત્તર ઑડિશા ઉપર હળવું દબાણ થયું છે આ સાથે ભારતીય દ્વિપકલ્પમાં એક પૂર્વ-પશ્ચિમે રેખા ચાલી રહી છે આથી આગામી ૩- ૪ દિવસમાં મધ્ય, દક્ષિણ-પશ્ચિમ ભારત અને તેની આસપાસના વિસ્તારોમાં થોડા થોડા સમયાંતરે પરંતુ ગડગડાટ સાથે વરસાદ થવાની શક્યતા છે.મેટ ઑફિસ વધુમાં જણાવે છે કે, આ સાથે દક્ષિણ આંતરિક કર્ણાટક, ગોવા, કોંકણ, મધ્ય મહારાષ્ટ્ર, ગુજરાત અને દ. પૂર્વ ઑડીશામાં પણ એક દિવસના ૧૦૦ મી.મી.ના દરે કે તેથી વધુ પ્રમાણમાં વરસાદ થવા સંભવ છે. જો કે, આગામી મંગળવારથી આ ગતિવિધિ ધીમી પડવા સંભવ છે.બીજી તરફ બંગાળના ઉપસાગરમાં ભેજવાળા પવનોનો પ્રભાવ વધશે આથી શનિવારે ફરી એકવાર પૂર્વોત્તર ભારતમાં ભારે વરસાદની સંભાવના છે.હવે પ્રશ્ન લગભગ દુષ્કાળ જેવી પરિસ્થિતિનો સામનો કરી રહેલા બિહાર અને ઉ.પ્ર.નો છે ૧૬મી જુલાઈ એટલે કે આજે પ્રસિદ્ધ કરાયેલા મોસમ અપડેટ્સ પ્રમાણે અરૂણાચલ પ્રદેશ, સબ હિમાલયન, પ. બંગાળ, સિક્કિીમ, બિહાર, ઉત્તરાખંડ, હરિયાણા, ચંડીગઢ, દિલ્હી, પંજાબ, હિમાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર, લડાખ, રાજસ્થાન અને તટીય આંધ્રપ્રદેશમાં ગડગડાટ સાથે છૂટક છૂટક વરસાદ પડવાની સંભાવના છે. ઉત્તર પ્રદેશ, રાયલસીમા, તમિલનાડુ, પુડ્ડુચેરી અને કર્ણાટકમાં વીજળી પડવાની શક્યતા રહેલી છે.મેટ ઑફિસના વર્તારા મુજબ રાજસ્થાન, મધ્યપ્રદેશ, સંપૂર્ણ મહારાષ્ટ્ર, મરાઠાવાડ, છત્તીસગઢ, તટીય આંધ્રપ્રદેશ, તેલંગણા, તટીય કર્ણાટક, કેરળ અને ગુજરાતમાં ગડગડાટ સાથે ભારે વરસાદ પડવાની સંભાવના છે.આ ઉપરાંત આંદામાન, નિકોબાર ટાપુઓ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મિઝોરમ, મણિપુર, ત્રિપુરા, ગંગીય પ. બંગાળ, ઝારખંડ, તેલંગાણા, પશ્ચિમ મધ્યપ્રદેશ અને ઉત્તર તથા આંતરિક કર્ણાટક અને લક્ષદ્વિપમાં ગડગડાટ સાથે ભારે અને વ્યાપક વરસાદ થવાની શક્યતા મેટ ઑફિસ દર્શાવે છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.