ભાભર જલારામ ગૌશાળા માં ઘાસ ચારાની અછત સરકાર પાસે સહાય ની માગ - At This Time

ભાભર જલારામ ગૌશાળા માં ઘાસ ચારાની અછત સરકાર પાસે સહાય ની માગ


બનાસકાંઠા જિલ્લામાં ફરી એકવાર ગૌશાળા અને પાંજરાપોળ સંચાલકો આંદોલન કરે તેવી સ્થિતિ સર્જાઈ છે સરકારે પાંચસો કરોડ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કર્યા બાદ ન ચૂકવતા આજે સંચાલકો સહાય ની માંગ કરી રહ્યા છે

બનાસકાંઠા જિલ્લામાં અત્યારે 170 જેટલી ગૌશાળા અને પાંજરાપોળ આવેલી છે જેમાં ગુજરાતની મોટી ગૌશાળા ગણાતી જલારામ ગૌશાળા ભાભર ખાતે આવેલી ગૌશાળામાં 10,000 થી ઉપરાંતની ગૌવંશ નો નિભાવ થઈ રહ્યો છે જેમાં બીમાર ગાયોનો પણ સમાવેશ થાય છે રખડતા નિઃસહાય બિનવારસી કતલખાને જતા અને બીમાર પશુઓની સાર સંભાળ થાય છે
ભાભર જલારામ ગૌશાળા માં બીમાર પશુઓ ને થતાં કેન્સર પેટ માં પ્લાસ્ટિક ની ગાંઠ ફેક્ચર નું ઓપરેશન કરીને પશુઓ ને નવું જીવતદાન આપે છે આ ગોશાળા ઉમદા કાર્ય કરીને પશુઓ ને બચાવે છે સારવાર માટે પશુઓ ને અપાતી દવાઓ નો વપરાશ થતો હોવાથી ધાસચારા સાથે દવાઓ ની સહાય આપે તેવી પણ માંગ ઉઠી છે આમ તો આ ગૌશાળાઓ અત્યાર સુધી દાન ની આવક પર જ નિર્ભર હતી પરંતુ કોરોનાની મહામારી બાદ દાનની આવક સતત ઘટી છે તેવામાં ગુજરાત સરકારે બજેટમાં ગૌશાળાને પાંચસો કરોડ રૂપિયાની ચૂકવવાની જાહેરાત કરી હતી જેથી સરકારે સહાય કરી છે તેવું જાણી દાન આવતું પણ ઘટી ગયું છે બીજી તરફ અત્યારે ઘાસચારાના ભાવ આસમાને પહોંચ્યો છે આવી સ્થિતિમાં પશુઓનો નિભાવ કરવો મુશ્કેલ બન્યું છે અત્યારે સંચાલકો પશુઓ માટે ઘાસચારાની વ્યવસ્થા માંડ માંડ કરી રહ્યા છે જલારામ ગૌશાળા માં ધાસચારો બે દિવસ ચાલે તેટલો સ્ટોક છે ધાસચારા ના ગોડાઉન ખાલી જોવા મળી રહ્યો છે હાલ ગૌવંશ માં લમ્પી સ્ક્રીન નામ ના રોગ આવતા તેની સારવાર જલારામ ગૌશાળા માં કરવામા આવે છે ગૌશાળા ટ્રસ્ટીઓ ની એક જ માંગ છે વહેલી તકે સહાય ચૂકવવા માં આવે.
---------------------------------------
અહેવાલ પ્રવિણસિંહ રાઠોડ ભાભર બનાસકાંઠા 9913475787


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.