સાવરકુંડલા મનોરોગી આશ્રમ માનવ મંદિરે પુરા અદબ થી કરાયું ધ્વજ વંદન  - At This Time

સાવરકુંડલા મનોરોગી આશ્રમ માનવ મંદિરે પુરા અદબ થી કરાયું ધ્વજ વંદન 


સાવરકુંડલા મનોરોગી આશ્રમ માનવ મંદિરે કરાયું ધ્વજ વંદન સાવરકુંડલા થી પાંચ કિલોમીટર દૂર હાથસણી રોડ ઉપર માનવ મંદિર મનોરોગ્ય આશ્રમ આવેલો છે ત્યાં નિરાધાર રખડતા ભટકતા મહિલાઓને વિના મૂલ્ય ભક્તિ બાપુ અને માનવ મંદિર પરિવાર દ્વારા સારવાર આપી પુનઃ જીવન પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરાવાઈ રહ્યો છે તેવા આ રાષ્ટ્રવાદને વરેલા મનોરોગ્ય આશ્રમમાં માત્ર રાષ્ટ્રીય તહેવારની ઉજવણી કરવામાં આવે છે અને સર્વ ધર્મને સ્વીકારી ભક્તિ બાપુ ના પ્રયાસથી અત્યાર સુધીમાં 111 મનોરોગી મહિલાઓ પુનઃજીવન પ્રાપ્ત કરી ચૂકી છે ત્યારે અહીંયા તટસ્થ અને બિન રાજકીય વ્યક્તિઓ દ્વારા ધ્વજવંદન કરાવાય છે આજે અમરેલીના ખ્યાતનામ એડવોકેટ અને સમાજસેવક એવા યુવાન હિરેન્દ્રસિંહ વાળા ના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભક્તિ બાપુએ પોતાના પ્રવચનમાં રાષ્ટ્રવાદ અને દેશભક્તિ બાબતે વાત કરી મનોરોગી મહિલાઓ ના જીવનમાં રાષ્ટ્રભાવના ઉજાગર કરવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે તેમ જણાવ્યું હતું અહીંયા છેલ્લા ઘણા વર્ષથી હર્ષદભાઈ બારોટ દ્વારા ધ્વજની અને ગોઠવણીની સેવા અપાઈ રહી છે તેમ જ અનકભાઈ વાળા ભુરાભાઈ વાળા સહિતના અગ્રણીઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon