ગોધરા ઝકરીયા ઉર્દૂ પ્રાથમિક શાળામાં મતદાન કરવા પહોંચ્યા ૪૬ વર્ષીય દિવ્યાંગ મતદાર ડૉ.બેલિવસીમ અબ્દુલ હજીઝ
મતદારો માટે મતદાન કરવા પ્રેરણારૂપ બન્યા ગોધરાના દિવ્યાંગ મતદાર...
શિક્ષક તરીકે ફરજ બજાવતા દિવ્યાંગ મતદાર દ્વારા નાગરિકોને પોતાના અમૂલ મતાધિકારનો અચૂક ઉપયોગ કરવા અનુરોધ કરાયો
પંચમહાલ,
રવિવાર :- પંચમહાલ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ સંસ્થાની સામાન્ય/પેટા ચુંટણી અન્વયે ગોધરા નગરપાલીકાના વોર્ડ નં.૦૭ ની પેટા ચુંટણી માટે ઝકરીયા ઉર્દૂ પ્રાથમિક શાળા, ગોધરા ખાતે મતદાન ચાલી રહ્યું છે. જેમાં ૪૬ વર્ષીય દિવ્યાંગ મતદાર ડૉ. બેલીવસીમ અબ્દુલ હજીઝ એ પોતાના મતાધિકારના મહત્વને સમજીને મતદાન કરવા જાતે જ મતદાન મથકે પહોંચી મતદાન કર્યું હતું.
ડૉ. બેલીવસીમ ગોધરાના નિવાસી છે અને લુણાવાડા ખાતે ઉચ્ચ માધ્યમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે. તેમની સાથે સંવાદ કરતા તેમણે જણાવ્યું હતું કે હું જ્યારથી મને મતાધિકાર પ્રાપ્ત થયો છે ત્યારથી મારા મતદાનના અધિકારનો ઉપયોગ કરું છું અને સશકત લોકશાહીના નિર્માણ માટે આપણે સૌએ અચૂક મતદાન કરવું જોઈએ એમ કહી તેમણે દરેક નાગરિકને પોતાને મળેલા મતાધિકારનો અચૂક ઉપયોગ કરવા અનુરોધ કર્યો હતો.
રિપોર્ટ, વિનોદ પગી પંચમહાલ
8140210077
આ પ્રકારના તમામ સમાચાર માટેે
