વડનગર માં પરંપરાગત મોઢ બ્રાહ્મણો દ્વારા રમાતી ધેર ની ભવ્ય ઉજવણી કરવામાં આવી
વડનગર માં પરંપરાગત મોઢ બ્રાહ્મણો દ્વારા રમાતી ધેર ની ભવ્ય ઉજવણી કરવામાં આવી
વડનગર માં હોળી ના તહેવારો ધામધૂમથી મનાવવામાં આવે છે. જેમાં ફાગણ સુદ ચૌદસ પૂર્ણિમા ફાગણ વદ એકમ ના દિવસે ધૂળેટી અને ભવ્ય સાંસ્કૃતિક જેવા ભવાઈ ધડારસ જેવા કાર્યક્રમો યોજાશે
ઉત્તર ગુજરાત માં આવેલું મહેસાણા જીલ્લા નું વડનગર ગામ માં ફાગણ સુદ ચૌદસ એટલે ઘેરૈયા ચૌદસ તરીકે મનાવવામાં આવે છે . આ ઘેરૈયા ની વર્ષા જુની પરંપરા ચાલી આવી છે.લગભગ ૭૦૦ વર્ષ નહીં એના થી વધારે વર્ષ થયા છે. અને આ મોઢ બ્રાહ્મણો દ્વારા આ ધરે રમવા માં આવે છે. અને વડનગર ના દરેક જ્ઞાતિ ના લોકો આ ધેર ને આનંદ ઉલ્લાસ થી દાંડીયા સાથે રમે છે નવા જન્મેલા બાળકો તથા નવા લગ્ન થયેલા યુવાનો આ ધેર રમે છે. આ ધેર મોઢવાડા ના ચાચરે ૪ વાગે રમ્યા છે અને ત્યાર પછી લોકો ભેગા થઇ ને દાંડીયા સાથે લ ઈ ને કાપડ બજાર માં રમે છે અને લોકો ને આનંદભેર ઉલ્લાસભેર અને ધાર્મિક તથા આધ્યાત્મિક યોગી ક્રિયા થી ધેર રમનારા ઘેરૈયા ઓને આત્મિક ઉર્જા વધે છે અને લોકો આધ્યાત્મિકતા તરફ જવા ના રસ્તા પર જ ઈ રહ્યા હોય તેવું દેખાઇ રહે છે. અને આ પરંપરાગત વિશે માહિતી આપતાં રાજુભાઇ ત્રિવેદી અને અશોકભાઈ જોષી શું કહે તે સાંભળો .
રિપોર્ટ -જીગર પટેલ
આ પ્રકારના તમામ સમાચાર માટેે
