છોટુનગરમાં ઘરમાં ઘુસી માતા પુત્ર પર ચાર શખ્સનો હિંચકારો હુમલો
છોટુનગરમાં શાકભાજીના ધધાર્થી અને તેની માતા પર ચાર શખ્સોએ મધરાત્રીના ઘરમાં ઘુસી ધોકા અને પાઈપથી હુમલો કરી ઘરમાં તોડફોડ કરતાં ગાંધીગ્રામ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. બનાવ અંગે ફરિયાદી ખોડુભાઈ ગોવિંદભાઇ વાજેલીયા (ઉ.વ.18) (રહે. છોટુનગર, હનુમાન મઢી પાસે) એ જણાવ્યું હતું કે હું શાકભાજીનો ધંધો કરૂ છું અને મારા માતા પિતા સાથે રહું છું.
ગત રાત્રીના ઘરે સૂતો હતો ત્યારે રાત્રીના બે વાગ્યાની આસપાસ મહેબૂબ વરઝાંગ અને તેની સાથેના અન્ય ત્રણ શખશો ઘસી આવ્યા હતાં અને ઘરમાં ઘુસી ધોકા અને પાઈપથી હુમલો કર્યો હતો. મારમારીમાં મને બચાવવા વચ્ચે પડેલા મારા માતાને પણ ઢીકા પાટુનો મારમારી ઘરમાં તોડફોડ કરી આરોપી નાશી છૂટ્યા હતાં.વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે મેહબુબને ઘણા સમય પહેલા અમારા ઘર પાસે ભંગારનો ડેલો હતો
જે ત્યાં ગંદકી કરતો હોય જેનો અમે વિરોધ કરતાં તે જગ્યા વેંચીને શિવપરા માં રહેવા ચાલ્યો ગયેલ હતો. જેમનો ખાર રાખી અવારનવાર તે મારા પરિવાર સાથે ઝઘડો કરતો હતો અને ગતરાત્રીએ તો મારામારી પર ઉતરી આવ્યો હતો. બનાવ અંગેની ફરિયાદ પરથી ગાંધીગ્રામ પોલીસ મથકના એ.એસ.આઈ જે એસ હૂંબલ અને સ્ટાફે ગુનો નોંધી આરોપીની શોધખોળ આદરી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.