ભેસાણ તાલુકાના ચુડા સોરઠ ગામે નદીમાં સૌની યોજના અંતર્ગત પાણી છોડાતા ખેડૂતોમાં જોવા મળી ખુશીની લાગણી. - At This Time

ભેસાણ તાલુકાના ચુડા સોરઠ ગામે નદીમાં સૌની યોજના અંતર્ગત પાણી છોડાતા ખેડૂતોમાં જોવા મળી ખુશીની લાગણી.


ભેસાણ તાલુકાના ચુડા સોરઠ ગામે નદીમાં સૌની યોજના અંતર્ગત પાણી છોડાતા ખેડૂતોમાં જોવા મળી ખુશીની લાગણી.ભેસાણ તાલુકાના ચુડા ગામે સૌને યોજના અંતર્ગત નદીમાં પાણી છોડવામાં આવ્યું છે તેનાથી લગભગ છ થી સાત ગામને લાભ થશે હાલ ઉનાળુ પાક જેવા કે તલ બાજરો મગફળી જેવા પાકોનું વાવેતર વાવેતર થયો હોય ત્યારે પાણીની અછત સેવતી હોય છે અને સૌની યોજના નો લાભ ભેસાણ તાલુકા ના ગામડાઓને સૌથી ઓછો મળતો હોય છે ત્યારે 87 વિધાનસભા વિસાવદર ભેસાણ ના ધારાસભ્ય શ્રી ભુપેન્દ્રભાઈ ભાયાણીએ ગુજરાતના પાણી પુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાને થોડા દિવસ પહેલા લેખિતમાં રજૂઆત કરેલી હતી કે સૌની યોજના નું પાણી જો ભેસાણ તાલુકામાં પૂરતું આપવામાં આવે તો ખેડૂતોના કુવાના તળ ઉપર આવી શકે અને ઉનાળુ પાકમાં પૂરતુ પાણી મળી શકે અને વધારેમાં વધારે ખેડૂતોને ઉતારા આવી શકે તેવી રજૂઆત કરતા ભુપેન્દ્રભાઈ ભાયાણી ની રજૂઆતથી મંત્રી શ્રી એ ભેસાણ તાલુકાના ખેડૂતો ની મહેનત અને પરિશ્રમને માન્ય રાખીને આજરોજ વહેલી સવારે સૌની યોજના અંતર્ગત નર્મદા નું પાણી ચુડા ગામની નદીમાં છોડવામાં આવ્યુ હતુ આનાથી છથી સાત ગામ જેવાકેખાખરા હડમતીયા નવા હડમતીયા ચુડા ધોળવા ઢુંઢિયા પીપળીયા અને સાકરોડા ગામને પાણીનો લાભ મળશે અને ખેડૂતોની એવી માંગ છે કે જો લાંબો સમય સુધી પાણી આપવામાં આવે તો આનો ખેડૂતોને ચોક્કસ લાભ મળી શકે છે એટલે અમારી સરકાર શ્રી ને અપીલ છે કે બને એટલું લાંબો સમય સુધી પાણી આપવામાં આવે

... રિપોર્ટ બાય ... કાસમ હોથી.. ભેસાણ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.