મહીસાગર : મહીસાગર જિલ્લા કલેકટરે લુણાવાડા ખાતે સ્વાગત કાયૅકમ માં પ્રશ્ન પૂછનાર અરજદારને ધમકાવી ને દલિતો વિશે ટિપ્પણી કરતા ઉચ્ચારેલ કે એટ્રોસિટીના કેસ તો બ્લેકમેલિંગ માટે જ થાય છે વકીલો તો ચપ્પલ ખાવાને લાયક છે. વાયરલ વીડિયોમાં પત્રકાર માટે પણ અભદ્ર ટીપણી કરતા જોવા મળે છે.
આઈ.પી.એસ રાજકુમાર પાડીયને ધારાસભ્ય જીગ્નેશ મેવાણી સાથે કરેલ અણછાજતું વર્તનની શાહી હજુ સુકાઈ નથી ત્યાં વળી મહીસાગર જિલ્લા કલેકટરે લુણાવાડા ખાતે સ્વાગત કાર્યક્રમ માં પ્રશ્ન પુછનાર અરજદાર ને ધમકાવી નેં દલીતો વિષે ટીપણી કરતાં ઉચચારેલ કે નેવું ટકા એટોસીટીના કેસ તો બ્લેક મેઇલીંગ માટે જ થાય છે અને વકીલો તો ચંપલ ખાવા ને લાયક છે.જે અંગે નો અન્ય મહિલા અધિકારી અને કલેકટર વચ્ચે નાં સંવાદ નો વીડિયો વાયરલ થતાં જીલ્લામાં આ વિડિયો હાલ ચર્ચાઓમાં જોવા મળે છે.આ વિડિયોમા પત્રકાર માટે પણ આ ભદ્ર ટીપણી કરતાં પણ જોવા મળે છે. ત્યારે એક આઈએએસ અધિકારી દ્વારા દેશના ન્યાય સ્થંભ સમાન વકીલો માટે અને દેશની ચોથી જાગીર ગણાતાં પ્રત્રકારો માટે જે અભદ્ર ટીપણી કરતાં તેનાં ઘેરા પ્રત્યાઘાતો મહીસાગર જિલ્લામાં અને સમગ્ર રાજ્યમાં વકીલોમાં પડેલ છે. આ અંગે મહીસાગર જિલ્લા વકીલ મંડળે એક બેઠક બોલાવી અને વકીલો માટે અભદ્ર ટીપણી કરનાર આ કલેકટરની સામે જરૂરી કાર્યવાહી કરવા બેઠકમાં સર્વાનુમતે ઠરાવ પસાર કરીને આ ઠરાવની એક નકલ પ્રમુખ અરવિંદભાઈ પટેલ અને વકીલ મંડળના સભ્યો એ મહીસાગર જિલ્લા આર.ડી.સીને રુબરુ મળીને ઠરાવ ની નકલ આપી વકીલો માટે અભદ્ર ટીપણી કરનાર કલેકટર સામે ત્વરીત કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરી હતી.સંતરામપુર વકીલ મંડળ દ્વારા પણ બેઠક બોલાવી ને કલેકટરે કરેલ વકીલો માટે ની અભદૂ ટીપણી સંદર્ભેમાં વિરોધ વ્યક્ત કરી ને વકીલો માટે ઉચચારેલ અભદૂ ટીપણી કરનાર કલેકટર વિરુદ્ધ ઠરાવ પસાર કરીને આ કલેકટર સામે ત્વરીત કાયદેસરની કાર્યવાહી કરવા ની માંગ કરતો ઠરાવ પસાર કરીને તે ઠરાવ મુખ્યમંત્રી ને કાયદા મંત્રી તથા મહેસુલ મંત્રી ને જીલ્લા ન્યાયાધીશ મહીસાગર નાં માં ઓને મોકલી આપવામાં આવેલ છે. કડાણા તાલુકા વકીલ મંડળ દ્વારા પણ વકીલો માટે મહીસાગર જિલ્લા કલેકટર દ્વારા કરવામાં આવેલ વાણી વિલાસ સામે વિરોધ દર્શાવી ને કલેકટર વીરુદ્ધ ઠરાવ પસાર કરીને વકીલો માટે કરાયેલ ।। અભદ્ર ટીપણી કરનાર કલેકટર સામે ત્વરીત કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ સાથે ઠરાવ કરીને કડાણા વકીલ મંડળ ના પ્રમુખ ન ભાવેશભાઇ ને વકીલ મિત્રો દ્વારા કડાણા મામલતદાર ને રુબરુ મળીને ઠરાવ ની નકલ આપી ને આ રજૂઆત મુખ્યમંત્રી ને મોકલી આપવા જણાવ્યું હતું. આમ વકીલો અને પત્રકાર માટે કલેકટર દ્વારા કરવામાં આવેલ અભદ્ર ટિપ્પણી ને ઉચ્ચારણો ના જીલ્લામાં ને રાજ્યમાં ઘેરા પ્રત્યાઘાતો પડયા છે. કલેકટર દ્વારા વકીલો માંટે કરાયેલ અભદ્ર ટીપણી સંદર્ભેમાં રાજ્ય સરકાર દ્વારા ત્વરીત કાર્યવાહી જો નહીં કરાય તો આગામી દિવસોમાં આગળ યોગ્ય ઉગ્ર વિરોધ દર્શાવવામાં આવનાર છે. તસવીર.મહીસાગરવકીલ મંડળ દ્વારા મહીસાગર જિલ્લા આર.ડી.સીને આપેલ આવેદનપત્ર. કડાણા વકીલ મંડળ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપી કરેલ રજુઆત કરાઇ
9879915423
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.