શહેરમાં વધતા કેસને લઈ આજે મેગા વેક્સિનેશન ડ્રાઈવ, 23 આરોગ્ય કેન્દ્ર અને 2 હોસ્પિટલમાં વેક્સિન અપાશે
રાજકોટમાં તહેવારો નજીક આવતા જ કોરોનાએ માથુ ઉંચક્યું છે. શનિવારે શહેરમાં નવા 23 પોઝિટિવ કેસ નોંધાયા હતા. જ્યારે 27 દર્દીએ કોરોના હરાવતા ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. અત્યારસુધીમાં કુલ કેસની સંખ્યા 64496 પર પહોંચી છે. હાલ 239 દર્દી સારવાર હેઠળ છે. કોરોનાના વધતા કેસને ધ્યાને રાખીને રાજકોટ મનપાએ આજે રવિવારે મેગા વેક્સિનેશન ડ્રાઈવનું આયોજન કર્યું છે. જેમાં 23 ઓરાગ્ય કેન્દ્ર અને 2 હોસ્પિટલમાં વેક્સિન આપવામાં આવી રહી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.