પોરબંદરના યુવાનની બી.સી.સી.આઈ.ની નેશનલ જુનિયર સિલેકશન કમિટી દ્વારા થઈ પસંદગી - At This Time

પોરબંદરના યુવાનની બી.સી.સી.આઈ.ની નેશનલ જુનિયર સિલેકશન કમિટી દ્વારા થઈ પસંદગી


પોરબંદરના ક્રિકેટરની બી.સી.સી.આઈ.ની નેશનલ જુનિયર સિલેક્શન કમિટી દ્વારા સમર કોચિંગ કેમ્પમાં પસંદગી થતા શુભેચ્છા આપવામાં આવી છે.

પોરબંદર જિલ્લા ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ રણછોડભાઈ શિયાળે જણાવ્યું છે કે, અમારા પી.ડી.સી.એ.ના યુવા ખેલાડી ભાર્ગવ સોનેરી(અંડર-૧૬) સૌરાષ્ટ્રના ખેલાડીને તેમના સુંદર પરફોર્મન્સને કારણે બી.સી.સી.આઈ. ની “નેશનલ જુનિયર સિલેકશન કમિટી'' દ્વારા સ્પિન બોલિંગ ખાસ ઓલ ઇન્ડિયાના સમર કોચિંગ કેમ્પમાં મુંબઈ અથવા પુણે ખાતે સિલેકટ કર્યા છે, જે પોરબંદરના ક્રિકેટ પ્રેમી જનતા માટે ખુબ જ ખુશી અને આનંદના સમાચાર છે.આ સંદર્ભે પોરબંદર જીલ્લા ક્રિકેટ એસોસિએશનના તમામ સભ્યો અને ખેલાડીઓ અભિનંદન પાઠવે છે અને ખુબ આગળ વધે તેવી શુભેચ્છા પાઠવે છે.


8511444689
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image