અખિલ ભારતીય કોળી સમાજ બોટાદ જિલ્લા દ્વારા કુંવરજીભાઈ બાવળિયાનો 68મો જન્મદિવસ લોકસેવાના કાર્યો દ્વારા ઉજવવામાં આવ્યો. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/uqmoxjpwpvugqhln/" left="-10"]

અખિલ ભારતીય કોળી સમાજ બોટાદ જિલ્લા દ્વારા કુંવરજીભાઈ બાવળિયાનો 68મો જન્મદિવસ લોકસેવાના કાર્યો દ્વારા ઉજવવામાં આવ્યો.


અખિલ ભારતીય કોળી સમાજ બોટાદ જિલ્લા દ્વારા કુંવરજીભાઈ બાવળિયાનો 68મો જન્મદિવસ લોકસેવાના કાર્યો દ્વારા ઉજવવામાં આવ્યો.
બોટાદ જિલ્લાભરના કોળી સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા

આજરોજ અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય પ્રમુખ અને ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના 68માં જન્મદિવસની ઉજવણી સમસ્ત તળપદા કોળી સમાજ બોર્ડિંગ બોટાદ મુકામે રક્તદાન કેમ્પથી શરૂ કરવામાં આવી હતી.રક્તદાન કેમ્પમાં યુવાનોએ રક્તદાન કર્યું હતું. રક્તદાતાઓને પર્યાવરણ ઉપયોગી વસ્તુઓ સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. 68 વૃક્ષના કુંડાઓ, 68 ચકલીના માળા, 68 તુલસીના છોડ લોકોને આપવામાં આવ્યા હતા. ઝૂંપડપટ્ટીમાં રહેતા અને ત્યાં શિક્ષણ મેળવતા 68 વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ આપવામાં આવી હતી.મનોદિવ્યાંગ બાળકોને આજના દિવસે નાસ્તો કરાવવામાં આવ્યો હતો અને શૈક્ષણિક કીટ આપવામાં આવી હતી.બોર્ડિંગના તમામ વિદ્યાર્થીઓને પેન આપવામાં આવેલ હતી.
આ કાર્યક્રમને સફળ બબનાવવા કોળી સમાજના બોટાદ જિલ્લા પ્રમુખ ઈશ્વરભાઈ ભરાડિયા,મહામંત્રી રમેશભાઈ બાવળિયા, સમસ્ત તળપદા કોળી સમાજ બોર્ડિંગ પ્રમુખ ભીખાભાઈ રાઠોડ,ગુજરાત મહામંત્રી ડાયાભાઇ યાદવ,અરવિંદભાઈ વનાળિયા,હમિરભાઈ નાંદરિયા,વાલજીભાઇ જાદવ,મનહરભાઈ પંચાળા અને અખિલ ભારતીય કોળી સમાજ બોટાદ જિલ્લાના આગેવાનો,દરેક તાલુકાના પ્રમુખો,શહેર પ્રમુખો અને બોટાદ જિલ્લા કોળી સમાજના આગેવાનોએ જહેમત ઉઠાવી લોકસેવાના મોભી એવા કુંવરજીભાઈ બાવળિયાનો જન્મદિવસ પણ લોકસેવાના કાર્યો દ્વારા ઉજવી લોકસેવાનું ઉત્તમ ઉદાહરણ આપ્યું છે.
આ પ્રસંગે ઉપસ્થિત ધીરુભાઈ બાવળીયા ઉપપ્રમુખ જિલ્લા પંચાયત, ડોક્ટર ગાબુ સાહેબ,માધુભાઈ વસાણી, દેવરાજભાઈ વાઘેલા, દેવજીભાઈ કુકડીયા,વનરાજભાઈ રાઘવાણી,હિતેશભાઈ મેર,પ્રકાશભાઈ સાંકળિયા, રમેશભાઈ મકવાણા, લધુભાઈ ઘાઘરેટીયા,નયનાબેન સરવૈયા કનકબેન સાપરા,ધીરુભાઈ ઘાઘરેટીયા,ભુપતભાઇ મેર સહિત આગેવાનોએ લોકસેવાના કાર્યો થકી પ્રેરણા મેળવી પોતાના ગામોમાં શરૂ કરવા અને લોકસેવાના કાર્યો શરૂ રાખવા ઉપસ્થિત લોકોને જણાવ્યું હતું.

રિપોર્ટર :- ચેતન ચૌહાણ બોટાદ મોં.78780 39494


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]