ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક લીના પાટીલની સફર.... - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/uqbmgwzn6aljvmaa/" left="-10"]

ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક લીના પાટીલની સફર….


આંતર રાષ્ટ્રીય મહિલા દિવસ.... ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક લીના પાટીલની સફર....

UPSC માં બે પ્રયત્ન નિષ્ફળ ગયા બાદ ગુરુએ કહ્યું હતું, શેર જ્યારે છલાંગ લગાવે તો બે કદમ પાછળ જાય

લીના પાટીલ PTCમાં પ્રવેશ, બાદમાં 12 સાયન્સ કરી BAMS બની તબીબી સેવા અને નોકરી પછી કેવી રીતે બન્યા IPS.

Aarti Machhi, Bharuch : મૂળ મહારાષ્ટ્રીયન પરિવારના ભરૂચના SP ડો. લીના પાટીલની. 70 ના દશક પેહલા જિલ્લા પોલીસ વડાનું પરિવાર ગાંધીનગર શિફ્ટ થયું હતું. માતા અને પિતા બન્ને ગાંધીનગર સચિવાલયમાં ક્લાર્ક હતા. ભરૂચ SP ને પારિવારિક એવું વાતાવરણ મળ્યું હતું કે તેઓને ક્યારેય ફિલ થયું જ ન હતું કે તેઓ ગર્લ ચાઈલ્ડ છે.

IPS ઓફિસર લીના પાટિલને PTC કરવું ન હતું,મેડીકલમાં પણ ટોપ કરી હવે તેઓ BAMS થઈ ડો. લીના પાટીલ બન્યા

ધોરણ 10 માં ભરૂચ DSP ના 80 ટકાથી વધુ આવતા મહારાષ્ટ્રિય સબંધીઓએ PTC કરાવવાની જીદ પકડી અને કોબમાં એડમિશન પણ લઇ લીધુ હતુ. જોકે આ IPS ઓફિસર લીના પાટિલને PTC કરવું ન હતું. તેઓ તે સમયે ખૂબ રડ્યા પણ હતા. માતા પિતાને તેઓને 12 સાયન્સ કરવાની ઈચ્છા વ્યક્ત કરતા આખરે ભરૂચ પોલીસ વડા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં ફરી સારા માર્ક્સ લાવી મેડિકલ ઓફિસરની તૈયારીમાં જોતરાયા. મેડીકલમાં પણ ટોપ કરી હવે તેઓ BAMS થઈ ડો. લીના પાટીલ બની ગયા. ભિલોડામાં કોન્ટ્રાકટ બેઝ ઉપર નોકરી શરૂ કરી હતી.

સાબરકાંઠાના તે સમયના કલેકટર અનુભવ સાહેબ ઇન્સ્પેકશનમાં આવતા તેઓને કલાસ 1 કે કલાસ 2 ઓફિસર બનવાનો સંકલ્પ કર્યો. ગાંધીનગર શિપામાં પ્રવેશ મેળવી UPSC ની તૈયારીઓ શરૂ કરી. ત્યારે તેઓના લગ્ન થઈ ગયા અને દીકરો પણ હતો. પુત્રના પાલન, પરિવારની જવાબદારી સાથે તેઓ પેહલા પ્રયત્નમાં પ્રિલીમરી, મેઇન્સમાં પાસ થઈ ગયા. જોકે ઇન્ટરવ્યુ બરાબર ન જતા તેઓ ફેઈલ થઈ ગયા હતા. હવે બીજા એટેમ્પની તૈયારીઓના આગળના દિવસે જ રિઝલ્ટ આવતા પ્રિલીમરીમાં ફેઈલ ગયા. હવે તેમની પાસે બે પ્રયત્નો જ બાકી હતા ત્યારે શિપાના જોઈન્ટ ડિરેકટર ગુરૂ પ્રકાશ પટેલે ડો. લીના પાટીલને કહ્યું, બેટા સિંહ જ્યારે છલાંગ લગાવવાનો હોય ત્યારે બે સ્ટેપ પાછળ ખસે છે.

ગુરુની પ્રેરણાથી UPSCના ત્રીજા પ્રયત્નમાં પ્રિલીમરી, મેઇન્સ અને ઇન્ટરવ્યૂ પાસ કરી ઓલ ઇન્ડિયા 7મો રેન્ક મેળવ્યો. ડો. લીના પાટીલનું સિલેક્શન થઈ ગયું. જોકે અહીં પણ તેમનું નસીબ તેઓને IAS ની જગ્યાએ IPS માં લઇ આવી.
વર્ષ 2010 ની બેચના IPS ઓફિસર ડો. લીના પાટીલ પોલીસ સર્વિસમાં જોડાયા

વર્ષ 2010 ની બેચના IPS ઓફિસર ડો. લીના પાટીલ પોલીસ સર્વિસમાં જોડાઈ ગયા. આજે પણ તેઓ માને છે કે, પોલીસની જોબ અનેક નેગેટિવિટી ભરેલી છે. પોલીસ પાસે પ્રજા તો શું પણ ખુદ પોલીસ પણ જવાનું વિચારતી નથી.પણ તેઓને આ ફિલ્ડમાં રોજે રોજ કોઈને મદદ કરવાનો, સહારો બનવાનો ગર્વ અને સંતોષ છે. તેઓ મકમતાથી કહે છે, લેડી કે જેન્ટ્સ ઓફિસર જેવું કંઈ હોતું નથી. ઓફિસર માત્ર ઓફિસર હોય છે. લીના પાટિલને વાંચનનો પણ ઘણો શોખ છે.
ઈશ્વરમાં તેઓ ખૂબ શ્રદ્ધા રાખે છે
સ્ત્રી શક્તિસમી આઇપીએસ ડો.લીના પાટીલ ધાર્મિક પણ છે. તેઓ દ્વારા ભરૂચ જિલ્લા પોલીસ હેડક્વાર્ટરના ગ્રાઉન્ડમાં આ વર્ષે પ્રથમ વખત શહેરના નાગરિકો અને પોલીસ કર્મચારીઓના કુટુંબ સાથે સમન્વય સાધી પોલીસની કડપને કોરાણે મૂકી માતૃશક્તિને ઉજાગર કરવા સામુહિક ગરબાનું આયોજન કરે છે.

મહિલા આંતરરાષ્ટ્રિય દિવસ નિમિત્તે મહિલાઓ માટે શું સંદેશ ?
મહિલાઓ પ્રત્યેના અત્યાચાર અટકાવવા તેમજ મહિલાઓના સમાન અધિકારો માટે તેઓ કાર્યરત છે. દરેક મહિલાઓ પોતાની ફરજ વ્યવસ્થિત રીતે નિભાવી શકે છે. તેમજ પરિવારના સપોર્ટથી અનેક સિદ્ધિઓ હાંસલ કરી શકે છે. દરેક ક્ષેત્રમાં મહિલાઓના અધિકારો અંગે જાગૃતિ આવવી જોઈએ. આ વખતના આંતર રાષ્ટ્રીય મહિલા દિવસ તેની મુખ્ય થીમ ડિજિટલ ઇનોવેશન એન્ડ ટેકનોલોજી ફોર જેન્ડર ઇકવાલિટી.
જેન્ડર ઇકવાલિટી અંગે લીના પાટીલે જણાવ્યું હતું કે તમામ સ્તરો ઉપર મહિલાઓને એક પ્લેટફોર્મ મળે. તેમજ દરેક ક્ષેત્રમાં મહિલાઓ આગળ વધે તે માટે એક માહોલ તૈયાર કરવો.
8153048044


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]