વડોદરા: ખંડેરાવ માર્કેટ ખાતે ફિલ્મનું શૂટિંગ કરવાના મુદ્દે હોબાળો: પરવાનગી લેવા સૂચના
વડોદરા,તા.22 જુન 2022,બુધવારવડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખંડેરાવ માર્કેટ નીચે કોઈ પણ જાતની પરવાનગી વિના ફિલ્મનું શૂટિંગ કરતા સિક્યુરિટી વાળા અને ફિલ્મના ક્રૂ મેમ્બર વચ્ચે વિવાદ સર્જાયો હતો.ફિલ્મ ક્રૂ મેમ્બર દ્વારા મીડિયાકર્મીઓ સાથે દુર્વ્યવહાર કરતા મેયરને જાણ કરવામાં આવી હતી જ્યારે મેયરે સ્થળ પર આવી ફિલ્મ શૂટિંગ ક્રુ ને સમજાવતા પાલીકા માંથી પરવાનગી લેવાની તજવીજ કરવામાં આવી હતી.વડોદરા પાલિકાની વડી કચેરી ખંડેરાવ માર્કેટમાં પણ ખાનગી ફિલ્મ નિર્માતાઓ કોઈ પણ પ્રકારની પરવાનગી વિના ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા હોવાનો કિસ્સો સપાટી પર આવ્યો છે.આજે ખંડેરાવ માર્કેટમાં ચાલી રહેલા ફિલ્મ શૂટિંગને લઈને લોકટોળા એકત્રિત થયા હતા.માર્કેટમાં આવતા મુલાકાતીઓ સાથે ફિલ્મ શૂટિંગ ક્રૂ દ્વારા દુર્વ્યવહાર કરવામાં આવતો હોવાની માહિતી મળતા મીડિયા ત્યાં પહોંચી હતી. જ્યારે કોઈ પણ પ્રકારની પરવાનગી વિના શૂટિંગ કરતા ક્રૂ દ્વારા મીડિયાકર્મીઓ સાથે પણ દુર્વ્યવહાર કરી કેમેરા પર હાથ મરવાનો પ્રયત્ન કરાયો હતો.આ ઘટના અંગે મેયરને જાણ કરતા મેયર સ્થળ પર દોડી આવ્યા હતા અને શૂટિંગ સ્ટાફને સમજ આપી હતી. સરકારી ઇમારતમાં શૂટિંગ કરવા માટે પરવાનગી લેવી જરૂરી છે તેમ સમજાવતા પાલિકામાં જરૂરી ફી ભરીને શૂટિંગ પરવાનગી આપવાની તજવીજ હાથ ધરાઈ હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.