આગામી તારીખ 8 ફેબ્રુઆરીના રોજ યોજાયેલ કેપ માં લાભ લેવા શિહોર સરકારી હોસ્પિટલ તરફથી જણાવવામાં આવ્યું છે
ભાવનગર જિલ્લાના સિહોર સરકારી હોસ્પિટલ ખાતે આગામી તારીખ 8 ફેબ્રુઆરી ને બુધવારે હ્ર્દય રોગ તેમજ સાંધાના તેમજ હાડકાં, મણકા નો કેમ્પ યોજાનાર છે તો જરૂરિયાત મંદ દર્દીઓએ આ કેમ્પનો લાભ લેવા સિહોર સરકારી હોસ્પિટલ અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે
તાલુકા હેલ્થ ઓફીસ સિહોર અને સરકારી હોસ્પિટલ સિહોરના સહયોગથી બજરંગદાસબાપા આરોગ્ય ધામ ભાવનગર દ્વારા આ મલ્ટી સ્પેશ્યાલિટી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં બજરંગદાસ બાપા આરોગ્ય ધામ હોસ્પિટલ ભાવનગરના નિષ્ણાંત ડોકટરો ડો.પિયુષ પ્રજાપતિ જેઓ હ્ર્દય રોગ અને ડૉ.નિસર્ગ શાહ જેઓ હાડકા ,મણકા, સાંધા અને જટિલ ઇજાઓનાં નિષ્ણાંત સર્જન સેવા આપશે.
આ કેમ્પ 8 ફેબ્રુઆરી 2023 ને બુધવારે સવારે 10 થી 1 સુધી સરકારી હોસ્પિટલ સિહોર ખાતે રાખવામાં આવ્યો છે રિપોર્ટ અશોકભાઈ ઢીલા સિહોર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.