( ડભોઈ નગરમાં વેરાઈમાતા મંદિરે ) " માતાજીના કંકુના પગલાના દર્શન દેખાતા શ્રધ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉમટી પડયા " - At This Time

( ડભોઈ નગરમાં વેરાઈમાતા મંદિરે ) ” માતાજીના કંકુના પગલાના દર્શન દેખાતા શ્રધ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉમટી પડયા “


રિપોર્ટ:- નિમેષ સોની,ડભોઈ

ડભોઇના વેરાઈમાતા મંદિરે આજરોજ માતાના કુમકુમ પગલા દેખાવાનો બનાવ બન્યો હતો. પરંતુ જ્યાં શ્રદ્ધાનો હોય ત્યાં પુરાવાની શી જરૂર ? કહેવતને સાર્થક કરતો આ કિસ્સો સામે આવ્યો છે. ડભોઇ નગર પાસે આવેલ વેરાઈમાતા વસાહત ખાતે આવેલ વેરાઈ માતાનું પૌરાણિક મંદિર આવેલ છે. જ્યાં ગુજરાત ભરમાંથી શ્રદ્ધાળુઓ પોતાની માનતા
રાખવા, માનતા પૂણે કરવા,નવચંડીની પૂજા કરવા, ઉપરાંત ઘણા ધાર્મિક કાર્યો માટે આવતા હોય છે. આ મંદિરે પ્રતિવર્ષ ડભોઈના સોની સમાજ દ્વારા યજ્ઞ - નવચંડી યોજવામાં આવે છે અને સોની સમાજના લોકો આ મંદિરમાં અપાર શ્રદ્ધા ધરાવે છે. દર રવિવારે નગરજનો મોટી સંખ્યામાં માતાજીના દર્શન કરી આશીર્વાદ મેળવવા આવતાં હોય છે. વેરાઈમાતાના આ મંદિરે માઈભક્તોની તમામ મનોકામના પરીપૂર્ણ થતી હોય છે. જેથી મોટી સંખ્યા માં શ્રદ્ધાળુઓ વેરાઈમાતા મંદિરે આવતા હોય છે. આજરોજ વહેલી સવારે વેરાઈમાતા મંદિરે માતાજીના કંકુ પગલાંના નિશાન જોવા મળતાની સાથે માઈભક્તો વેરાઈમાતા મંદિરે ઉમટી પડ્યા હતા. મંદિરની બારીથી માતાજી બિરાજમાન છે તે સ્થાન સુધી કંકુના પગલાં જોવા મળ્યા હતાં. જેથી સ્થનિકોમાં ભારે કુતુહુલ સાથે શ્રદ્ધાની લાગણી જોવા મળી હતી. જોત જોતામાં વાત વાયુવેગે પ્રસરતા આસપાસના ગામોમાંથી પણ શ્રદ્ધાળુઓ વેરાઈ માતાના મંદિરે આ ચમત્કાર જોવા ઉમટી પડ્યા હતા. તેમજ માતાજીના કંકુ પગલાંના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. અગાઉ પણ માતાજીએ કાગળ ઉપર પગલાં પાડી હાજરા હજુર હોવાનો પરચો
બતાવ્યો હતો. આમ, આજરોજ માતાજીનાં મંદિરે આ ચમત્કાર ની વાત વાયુવેગે પ્રસરી જતાં ભકતજનોનું ભારે ઘોડાપુર જોવા મળ્યું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon